રણધીપુરમાં ખેતરમાં ઘાસ કાપવા બાબતે ચાર ઈસમોએ એક મહિલા સહીત બે ને ફટકાર્યા
સીંગવડ તા. ૪ સિંગવડ તાલુકાના રણધીપુર ગામના હોળી ફળિયામાં રહેતા નયનાબેન નિલેશભાઈ બારીયા જે તેમના ઘરના નજીકના ખેતરમાં ઘાસ કાપવા માટે ગયેલ તે સમયે તેમના સાથે સોમાભાઈ ચતુરભાઈ બારીયા પણ હોય ત્યારે આ ઘાસ કાપતા હતા તે સમયે તેમના ગામના નદી ફળિયામાં રહેતા અતુલભાઈ બચુભાઈ બારીયા બુધાભાઈ ચતુરભાઈ બારીયા રાજુભાઈ ચતુરભાઈ બારીયા ને બાબુભાઈ ચતુરભાઈ બારીયા ચાર જણા ભેગા મળીને તમે ઘાસ કેમ કાપો છો તેમ કહીને સોમાભાઈ ચતુરભાઈ બારીયા ને અતુલભાઇ બાબુભાઈ બારીયા દ્વારા જમણા હાથની કોણી ઉપર લાકડી મારી ફેક્ચર કરી નાખવામાં આવ્યું હતું જ્યારે નયનાબેન નિલેશભાઈ બારીયા ના ડાબા હાથની કુણી ઉપર બુધાભાઈ ચતુરભાઈ બારીયા દ્વારા લાકડી મારી ફેક્ચર કરી થાપાના ભાગે લાકડીના સપાટા મારી ઇજા પહોંચાડવામાં આવી હતી તથા બુધાભાઈ ચતુરભાઈ બારીયા દ્વારા નરેશભાઈ સોમાભાઈ બારીયા તથા સુરેશભાઈ નરેશભાઈ બારીયા ને પગના ભાગે લાકડી મારી ઈજા પહોંચાડી હતી તથા આરોપી બુધાભાઈ ચતુરભાઈ રાજુભાઈ ચતુરભાઈ તથા બાબુભાઈ ચતુરભાઈ દ્વારા જાન થી મારી નાખવાની ધમકી આપી માં બેન સમાણી ગાળો બોલી એકબીજાના મદદગાર કરી કલેક્ટર શ્રી દાહોદના જાહેરનામાનો ભંગ કરી ગુના કર્યા કરવામાં આવ્યો હતો જ્યારે તેની જાણ રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે 03.09.2023 ના રોજ 3.05 વાગ્યે કરવામાં આવતા રણધીપુર પોલીસ દ્વારા ગુનો નોંધી ને તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યારે રણધીપુર પોલીસ પોલીસ દ્વારા 325 323 504 506 (2) 114 તથા જી.પી .એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.