Saturday, 27/07/2024
Dark Mode

મામલતદાર કચેરીના ક્લાર્કના મૃત્યુ મામલે કાર સરકારી બાબુઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા આદેશ કર્યા..

September 4, 2023
        850
મામલતદાર કચેરીના ક્લાર્કના મૃત્યુ મામલે કાર સરકારી બાબુઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા આદેશ કર્યા..

ઈલિયાશ શેખ :- સંતરામપુર 

મામલતદાર કચેરીના ક્લાર્કના મૃત્યુ મામલે કાર સરકારી બાબુઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા આદેશ કર્યા..

મહીસાગર તા. ૪

કડાણા મામલતદાર કચેરીના દલિત કલાર્કના મૃત્યુ મામલામાં સંતરામપુર પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર, તેમજ અન્ય બે કર્મચારીઓ વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધવા મહિસાગર જિલ્લા નામદાર કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મહીસાગર જિલ્લા કડાણા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અલ્પેશ માળી કે જે દલિત સમાજનો છે અને આ દલિત કલાર્ક અલ્પેશ માળીને સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ, નાયબ મામલતદાર એ વી વલવાઈ, નિલેશ શેઠ અને પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલ દ્વારા જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી તેને બોલાવવામાં આવતો હતો અને ખોટી ખોટી નોટિસ આપી હેરાન કરવામાં આવતો હતો જે બાબતે દલીત કલાર્ક અલ્પેશ માળીએ પ્રાંત અધિકારી કૌશિક જાદવ સહિત અન્ય ઉપલા વર્ગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ વિશે 21 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કર્યા બાદ 29 જાન્યુઆરીએ અલ્પેશ માળીએ બાલાસિનોરમાં પોતાના ઘરે મૃત હાલતમાં મળેલ અને આ બાબતે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ગુન્હાની નોંધ કરવામાં આવી હતી પરંતુ જ્યારે દલીત કલાર્ક અલ્પેશ માળીએ મુખ્યમંત્રીને લખેલ પત્ર વાયરલ થતા અને સમગ્ર મામલો મીડિયામાં આવતા દલિત સમાજ હરકતમાં આવી ગયો હતો અને દલિત સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પ્રાંત અધિકારી કૌશિક જાદવ તેમજ અન્ય અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ કલાર્ક અલ્પેશ માળીની બહેને પણ પોતાના મૃત ભાઈને ન્યાય મળે તે માટે સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ, નાયબ મામલતદાર એ વી વલવાઈ, નિલેશ શેઠ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ વિરુદ્ધ ફરીયાદ નોંધવા એડવોકેટ સોનાલી ચૌહાણ મારફતે નામદાર કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી દાખલ કરી હતી જે ક્રિમિનલ ઇન્કવાયરીલ નામદાર કૉર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી મહીસાગર પોલીસને પ્રાંત અધિકારી સહિત અન્ય ત્રણ વિરુદ્ધ આઈ પી સી ની કલમ 306, 181, 182 તથા 114 અને એટ્રોસીટી એકટની કલમ 3(1)(10) મુજબ ફરિયાદ નોંધવાનો આદેશ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!