Sunday, 08/09/2024
Dark Mode

પ્રધાનમંત્રી મુદ્રા લોન એપ્રુવલ કરાવવાના બહાને ભેજાબાજોએ GRD જવાન પાસેથી 1.65 લાખ ખંખેર્યા…

August 29, 2023
        547
પ્રધાનમંત્રી મુદ્રા લોન એપ્રુવલ કરાવવાના બહાને ભેજાબાજોએ GRD જવાન પાસેથી 1.65 લાખ ખંખેર્યા…

રાહુલ ગારી ગરબાડા 

પ્રધાનમંત્રી મુદ્રા લોન એપ્રુવલ કરાવવાના બહાને ભેજાબાજોએ GRD જવાન પાસેથી 1.65 લાખ ખંખેર્યા…

ગરબાડા તા. ૨૯ 

 ગરબાડાના ટુંકી અનોપ ગામના જીઆરડી જવાનને ત્રણ ભેજાંબાજ ઠગોએ જુદા જુદા નંબરો પરથી ફોન કરી લોન અપાવાના બહાને તેનું આધાર કાર્ડ, ખાતા નંબર તથા ફોટો મંગાવી પ્રધાનમંત્રી મુદ્રા લોન એપ્રુવલ લેટર, સ્ટેમ્પ તથા એલ.આઈ.સી. વીમાના કાગળ, જી.એસ.ટી. પહોંચની નકલો જીઆરડી જવાનના વોટસએપ પર મોકલી વિશ્વાસમાં લઈ રૂપિયા ૧.૬૫ લાખ ઉપરાંતની રકમ ગુગલ પે ઉપર ફોન પેથી ટ્રાન્સફર કરાવડાવી ઓનલાઈન ઠગાઈ કર્યાનું જાણવા મળ્યું છે.

ટુંકી અનોપ ગામના માળી ફળિયામાં રહેતા ગીરીશભાઈ રૂપસીંગભાઈ ભાભોર નામના જીઆરડી જવાનને ગૌરવશર્માએ ૯૯૦૫૬૩૬૨૫૬, નીતીનકુમારે ૮૦૯૨૯૭૪૮૨૧ તથા સંડોવાયેલ બેન્ક ખાતા ધારક તથા અજાણ્યા ઈસમોએ ઉપરોક્ત નંબર પરથી ફોન કરી ગીરીશભાઈ ભાભોરને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અંતર્ગત રૂપિયા ત્રણ લાખની લોન મંજુર કરવાનો વિશ્વાસ આપી ગીરીશભાઈ ભાભોરનું આધારકાર્ડ, ખાતા નંબર, ફોટા મંગાવી, પ્રધાનમંત્રી મુદ્રા લોન એપ્રૃવલ લેટર, સ્ટેમ્પ, એલ.આઈ.સી. વીમાના કાગળ તથા જી.એસ.ટી. પહોંચની નકલો વોટ્‌સએપ નંબર ઉપર મોકલી અલગ બહાને રૂપિયા ૧,૬૫,૮૦૦ ઉપરોક્ત લોકોના ગુગલ પે ઉપર ફોન પે થી ટ્રાન્સફર કરાવડાવી ઓનલાઈન ઠગાઈ કરી હતી. આ આ બાબતે ટુકી અનોપ ગામના ગીરીશભાઈ રૂપસીંગભાઈ ભાભોરે ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઈપિકો કલમ ૪૨૦, ૪૦૬, ૪૬૫, ૪૬૬, ૪૭૧, ૧૧૪ તથા આઈ.ટી. એક્ટ કલમ ૬૬(સી),(ડી), મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!