Wednesday, 04/12/2024
Dark Mode

લીમખેડા,ઝાલોદ બંને પીઆઇ બદલાયા:રણધિકપુર પી.એસ.આઇ કમાન્ડો ટ્રેનિંગમાંથી પરત આવતા ત્રણ પી.એસ.આઇ ચાર્જ છોડશે..

August 28, 2023
        594
લીમખેડા,ઝાલોદ બંને પીઆઇ બદલાયા:રણધિકપુર પી.એસ.આઇ કમાન્ડો ટ્રેનિંગમાંથી પરત આવતા ત્રણ પી.એસ.આઇ ચાર્જ છોડશે..

લીમખેડા,ઝાલોદ બંને પીઆઇ બદલાયા:રણધિકપુર પી.એસ.આઇ કમાન્ડો ટ્રેનિંગમાંથી પરત આવતા ત્રણ પી.એસ.આઇ ચાર્જ છોડશે..

દાહોદ પોલીસમાં આંતરિક બદલીઓનો દોર,બે પીઆઇ તેમજ 10 પી.એસ.આઇ બદલાયા..

ઇન્ચાર્જ થાણા અધિકારીના તાબામાં ચાલતા સંજેલી,પીપલોદમાં કાયમી પી.એસ.આઇ મુકાયા.

દાહોદ તા.28

 

|| Deep Homeo & Skin Care Clinic ||

✓ Dr. Hiral shah ( B.H.M.S,FMC ) : Certified psychology counsellor

diet and nutrition center

(1) શું આપ વારંવાર પથરીની બીમારીથી પીડિત છો..?

(2) શું આપ ચામડીના રોગોથી કંટાળી ગયા છો.?

(3) શું આપ વાળની સમસ્યાઓથી ચિંતિત છો..?

✓ તો આજે જ અમારા ક્લિનિક ની મુલાકાત લો , જ્યાં આપને ચામડી ના રોગો સબંધિત વિવિધ સમસ્યાઓ નો સચોટ અને સરળ ઉપચાર મળશે : એટલું જ નહિ

✓ શ્વસન તંત્ર, પાચન તંત્ર,સ્ત્રી રોગ,માનસિક રોગ,બાળ રોગ,તથા હાડકાના રોગ સહિત ની બીમારીઓ નું આધુનિક ટેકનોલોજીની સાથે સચોટ ઉપચારની ગેરન્ટી

• તો રાહ શેની જુઓ છો ?…આજે જ સંપર્ક કરો !

Dr. Hiral shah (B.H.M.S. F.M.C.) : 9879248254

નવકાર વોચ કંપની ની ઉપર , રામા હોટલ પાસે , ઝાલોદ રોડ , દાહોદ

@deephomeo_and_skincare_clinic | @shah.hiral.98

દાહોદ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 12 જેટલા પોલીસ અધિકારીઓની જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાએ વહીવટી કારણોસર બદલીઓનો ગંજીફો ચિપ્યો છે. જેમાં 2 બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ 10 જેટલા સબ પોલીસ ઇન્સ્પેક્ટરોનો સમાવેશ થાય છે. જેના પગલે અમુક પોલીસ મથક ઇન્ચાર્જ થાણા અધિકારીઓના ધાબા હેઠળ ચાલી રહ્યો હતો તે પોલીસ મથકોમાં પણ કાયમી પોલીસ અધિકારીની નિમણૂક કરી દેવામાં આવી છે.

 જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાએ વહીવટી કારણોસર તેમજ પોલીસ મથકોનું સંચાલન સુપેરે ચાલી રહે તે માટે બે પીઆઇ તેમજ 10 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓના હુકમ ઉપર સહી કરી દીધી છે જેમાં લીમખેડા ડિવિઝનના પીઆઇ એસ.સી રાઠવાની ઝાલોદ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે તેમની જગ્યાએ ઝાલોદ સીપીઆઈ તરીકે ફરજ બજાવતા એસ.વી.વસાવાને લીમખેડા પી.આઈ તરીકે નિમણૂક કરવામાં આવી છે.જોકે આ બંને પીઆઇઓની પરસપરસ બદલીની સાથે 10 જેટલા સબ ઇન્સ્પેક્ટરની પણ બદલી કરવામાં આવી છે જેમાં સુખસર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઇ શું શ્રી એમ.કે. પટેલ ની (AHTU/ મહિલા પોલીસ સ્ટેશન ચાર્જ ), દાહોદ ગ્રામ્ય પોલીસ મથકના સેકન્ડ પી.એસ.આઈ જી.બી. ભરવાડની સુખસર પોલીસ મથકમાં પી.એસ.આઇ તરીકે,દાહોદ મહિલા પોલીસ મથકમાં AHTU તરીકે ફરજ બજાવતી સુશ્રી વી. એસ.પાંડવની દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં સેકન્ડ પી.એસ.આઇ તરીકે, લીમખેડા રીડરમાં એસ.બી રાણાની, સંજેલી ખાલી પડેલા પોલીસ મથકમાં, સાકટાળા પોલીસ મથકના પી.એસ.આઇ જે.બી તડવીની ફતેપુરા, જ્યારે ફતેપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા જી.કે.ભરવાડની સાગટાળા પોલીસ મથક, દેવગઢ બારિયામાં સેકન્ડ પી.એસ.આઇ,ડી.આઇ સોલંકીની પિપલોદ પોલીસ મથકમાં ખાલી પડેલ જગ્યાએ, ચાકલિયા પી.એસ.આઈ આર.જી ચુડાસમાને ધાનપુર મથકમાં બદલી કરવામાં આવી છે જ્યારે ધાનપુરના સેકન્ડ પીએસઆઇ જી.વી ગોહિલની દેવગઢબારિયા સેકન્ડ પી.એસ.આઇ તરીકે, બદલી કરવામાં આવી છે. સિંગવડ પોલીસ મથકના ઇન્ચાર્જ તેમજ ઝાલોદમાં સેકન્ડ પીએસઆઇ તરીકે ફરજ બજાવતા જે.કે. રાઠોડની ચાકલીયા ખાતે બદલી કરવામાં આવી છે.પરંતુ સિંગવડ પોલીસ મથકના પી.એસ.આઇ એમ.એમ. માળી કમાન્ડો ટ્રેનિંગમાં ગયેલા હોવાથી તેઓ પરત આવતા ચાકલિયા,ધાનપુર તેમજ ઝાલોદના પી.એસ.આઇ તેમની બદલી કરેલ જગ્યા ઉપર હાજર થશે.

 આમ પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાએ વહીવટી કાનોસર બે પીઆઇ તેમજ પીએસઆઇ સહિત 12 જેટલા પોલીસ અધિકારીઓની અરસ પરસ આંતરિક બદલીઓ કરતા ઉપરોક્ત પોલીસ મથકોમાં ફરજ બદલાવતા પોલીસ અધિકારીઓ હવે બદલી કરેલા પોલીસ મથકોમાં ફરજ બજાવશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!