ગરબાડા તાલુકાના નંઢેલાવ ગામે દાવાના રૂપિયા મામલે થયેલ મારામારીમાં એક મહિલા સહિત ચારને ઇજા
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે દાવાના રૂપિયા મામલે થયેલ મારામારીમાં એક મહિલા સહિત ચારને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું . દવાના રૂપિયા ન આપવા બાબતે નંઢેલાવ ગામે થયેલા ઝઘડામાં લાકડ્યો ઉછળતા એક મહિલા સહિત ચાર લોકોને ઇજા થયાનું જાણવા મળ્યું છે મળતી વિગતો અનુસાર ભે ગામના કાચલા ફળિયામાં રહેતા ભુરીયાભાઈ વિજયભાઈ હિંમતભાઈ મગનભાઈ અર્જુનભાઈ હિંમતભાઈ તથા ચંદુભાઈ મગનભાઈ નંઢેલાવ ગામે બારાના કુવા ફળિયામાં રહેતા બાબુભાઈ સમસુભાઈ ભાભોર ના ઘરે જઇ અમારા દાવાના રૂપિયા કેમ આપતા નથી તેમ કંહિ ગાળો બોલી બાબુભાઈ સમસુભાઈ ભાભોરે વશનીબેન લાલાભાઇ તથા ભૂર્કાભાઈ ને લાકડીઓ તથા મારી તથા ગદાપાટુ નો મારમારી ઇજાઓ પહોંચાડી હતી આ સંબંધે નઢેલાવ ગામે બારાના કુવા ફળિયામાં રહેતા ઇજાગ્રત બાબુભાઈ સમસુભાઈ ભાભોરે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં જેસાવાડા પોલીસે ઇ.પી.કો કલમ 323 324 304 506(2) 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી….