Thursday, 12/06/2025
Dark Mode

ઓનલાઇન ઠગાઇનું દુષણ:સસ્તુ મેળવવાની લ્હાયમાં ગાંઠના પૈસા પણ ગુમાવ્યા…   બોગસ આર્મીમેનની આઇડી મારફ્તે દાહોદની મહિલા પાસેથી 2.92 લાખ પડાવ્યા..

August 28, 2023
        1045
ઓનલાઇન ઠગાઇનું દુષણ:સસ્તુ મેળવવાની લ્હાયમાં ગાંઠના પૈસા પણ ગુમાવ્યા…    બોગસ આર્મીમેનની આઇડી મારફ્તે દાહોદની મહિલા પાસેથી 2.92 લાખ પડાવ્યા..

ઓનલાઇન ઠગાઇનું દુષણ:સસ્તુ મેળવવાની લ્હાયમાં ગાંઠના પૈસા પણ ગુમાવ્યા…

  બોગસ આર્મીમેનની આઇડી મારફ્તે દાહોદની મહિલા પાસેથી 2.92 લાખ પડાવ્યા..

ટ્રેક્ટર વેચાતું મેળવવા મહિલાએ અલગ અલગ ચાર્જ ચૂકવી લાખોની માલમત્તા ગુમાવી..

 સાયબર ક્રાઇમના ગુનામાં વધારો, સસ્તું અને સારું મેળવવાની છેલછામાં ભણેલા ગણેલા પણ છેતરાયા..

દાહોદ તા.૨૮

 

| Deep Homeo & Skin Care Clinic ||

✓ Dr. Hiral shah ( B.H.M.S,FMC ) : Certified psychology counsellor

diet and nutrition center

(1) શું આપ વારંવાર પથરીની બીમારીથી પીડિત છો..?

(2) શું આપ ચામડીના રોગોથી કંટાળી ગયા છો.?

(3) શું આપ વાળની સમસ્યાઓથી ચિંતિત છો..?

✓ તો આજે જ અમારા ક્લિનિક ની મુલાકાત લો , જ્યાં આપને ચામડી ના રોગો સબંધિત વિવિધ સમસ્યાઓ નો સચોટ અને સરળ ઉપચાર મળશે : એટલું જ નહિ

✓ શ્વસન તંત્ર, પાચન તંત્ર,સ્ત્રી રોગ,માનસિક રોગ,બાળ રોગ,તથા હાડકાના રોગ સહિત ની બીમારીઓ નું આધુનિક ટેકનોલોજીની સાથે સચોટ ઉપચારની ગેરન્ટી

• તો રાહ શેની જુઓ છો ?…આજે જ સંપર્ક કરો !

Dr. Hiral shah (B.H.M.S. F.M.C.) : 9879248254

નવકાર વોચ કંપની ની ઉપર , રામા હોટલ પાસે , ઝાલોદ રોડ , દાહોદ

@deephomeo_and_skincare_clinic | @shah.hiral.98

દાહોદ તાલુકાના નગરાળા ગામના ૩૫ વર્ષીય યુવકના મોબાઈલ પર મીલેટ્રી ઓફીસર વિરેન્દ્રસિંહના નામથી ટ્રેક્ટર વેચવાનું છે. તેમ જણાવી વાતો કરી તે ઈસમે વિશ્વાસમાં લઈ જુદી જુદી રીતે રૂપિયા ૨.૯૨ લાખ ઉપરાંતની રકમ તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી ખોટા નામનો ઉપયોગ કરી છેતરપીંડી, વિશ્વાસઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

નગવાળા ગામના ખેડા ફળિયામાં રહેતા ૩૫ વર્ષીય બદીયાભાઈ બચુભાઈ પસાયાના ફેસબુકમાં આવેલ ટ્રેક્ટરના ફોટા તેમાં આપેલ મોબાઈલ નંબર ઉપર ટ્રેક્ટર વેચાતું લેવા બાબતે મીલેટ્રી ઓફીસર વિરેન્દ્રસિંગના નામથી તેના મોબાઈલ નંબર પરથી ટ્રેક્ટર રૂપિયા ૧,૬૦,૦૦૦માં વેંચવાનું છે. તેમ જણાવી વાતો કરી વિશ્વાસમાં લઈ બદીયાભાઈ પસાયા જાેડે ટ્રેક્ટરના તથા અલગ-અલગ ચાર્જના રૂપિયા ઓનલાઈન ક્યુઆર કોડ, ગુગલ પે તથા ફોન પે તેમજ તેમના એકાઉન્ટ નંબરમાં ટ્રાન્સફર કરાવી ટ્રેક્ટર નહી મોકલાવી બદીયાભાઈ પસાયા પાસેથી રૂા. ૨,૯૨,૫૯૮ તથા બીજા તુટક તુટક રૂપિયા ટ્રાન્સફર કરાવી તથા મોબાઈલ નંબર પરથી ફોન કરી ફસાયેલા રૂપિયા કઢાવી આપવાનું જણાવી રૂપિયા ટ્રાન્સફર કરાવી ખોટા નામનો ઉપયોગ કરી બદીયાભાઈ પસાયા પાસે છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો.

આ સંબંધે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલ નગરાળા ગામના ખેડા ફળિયાના બદીયાભાઈ બચુભાઈ પસાયાએ નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલિસે ઈપિકો કલમ ૪૦૬, ૪૧૯, ૪૨૦ તથા આઈ.ટી.એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

—————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!