Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પવિત્ર શ્રાવણમાસમાં ફતેપુરા નગરમા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ

August 21, 2023
        690
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પવિત્ર શ્રાવણમાસમાં ફતેપુરા નગરમા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ

બાબુ સોલંકી સુખસર 

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પવિત્ર શ્રાવણમાસમાં ફતેપુરા નગરમા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ

ફતેપુરાના મહિલા મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 ‌પ્રથમ વખત નીકળેલી કાવડ યાત્રામા ૨૫૦ જેટલી મહિલા કાવડ યાત્રામાં જોડાઈ.

( પ્રતિનિધિ) સુખસર,તા.૨૧

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પવિત્ર શ્રાવણમાસમાં ફતેપુરા નગરમા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ

  ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે મા ૨૫૦ જેટલી મહિલાઓ કાવડયાત્રામાં જોડાયા હતા.ફતેપુરાના વડવાસ નીલકંઠ મહાદેવ મંદિરે થી કાવડયાત્રાની શરૂઆત કરવા મા આવી હતી.ફતેપુરા ની મહિલા મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવા મા આવ્યું હતું.જેમાં ૨૫૦ જેટલી મહિલાઓ દ્વારા વાજતે ગાજતે કાવડયાત્રા નીકળી હતી.

ફતેપુરા નગરની મહિલા દ્વારા કાવડ લઈ વડવાસના નિલકંઠેશ્વર મહાદેવ મંદિરથી જળ કાવડમાં ભરી ફતેપુરાના કામેશ્વર મહાદેવ મંદિરે શિવજીને અભિષેક કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ મંદિરમાં આરતી,ભજન સાથે પૂંજા કરવામાં આવી હતી.અને પ્રસાદી સાથે મહિલાઓ પરત ફરી હતી.

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પવિત્ર શ્રાવણમાસમાં ફતેપુરા નગરમા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ

           સમગ્ર યાત્રા દરમિયાન પોલીસ અને સ્વયંસેવકો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ફતેપુરા નગર મા મહિલાઓ દ્વારા પ્રથમ વખત મહિલાઓની કાવડયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું. 

          નગર ની ૨૫૦ મહિલાઓ દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવી હતી.આ કાવડ યાત્રા ફતેપુરા નગરમા આવેલ કામેશ્વર મહાદેવ આવેલા શિવમંદિર સુધી કાઢવામા આવી હતી.પ્રથમ વખત નીકળેલી મહિલાઓ ની કાવાડ યાત્રા માં મોટી સંખ્યામા મહિલાઓ શ્રદ્ધા ભેર જોડાઈ ધન્યતા અનુભવી હતી. 

             ઉલ્લેખનીય છે કે,પ્રથમ વર્ષે મહિલાઓ દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓ દ્વારા શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર પસંદ કરવામાં આવ્યો હતો.ફતેપુરા નગરના આજે અંદાજે ૨૫૦ મહિલાઓ કાવડયાત્રા જોડાયાં હતા.આ કાવડ યાત્રામાં મહિલાઓ એક જ સરખા ડ્રેસમાં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!