
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી કોર્ટ પરિસર બહાર મહિલા કોન્સ્ટેબલનું ફોરવીલ ગાડીમાં અપહરણ..
પતિ પત્ની વચ્ચે કોર્ટ મુદ્દતે આવેલા પતિએ કોર્ટ બહાર મહિલા કોન્સ્ટેબલનું અપહરણ,
સંજેલી તા. ૧૯
સંજેલી તાલુકા માંથી એક ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં મહિલા કોન્સ્ટેબલ તેમજ તેના પતિ વચ્ચે ઝઘડા સંબંધી સંજેલી કોર્ટમાં કેસ ચાલતો હોવાથી કોર્ટની મુદ્દત પૂર્ણ થયા બાદ મહિલા કોન્સ્ટેબલ બહાર આવતા તેના પતિ તેમજ સાસરીયાઓ દ્વારા ફોરવીલ ગાડીમાં અપહરણ કરીને લઈ જતા રણધીકપુર પોલીસ તેમજ એલસીબી પોલીસે નાકાબંધી દરમિયાન મહિલા કોન્સ્ટેબલના પતિ તેમજ અને બે ઈસમોની અટકાયત કરતા મહિલા કોન્સ્ટેબલની ફરિયાદના આધારે તેના પતિ તેમજ સાસરી પક્ષના બે મળી ત્રણ ઇસમો સામે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢબારિયા તાલુકાના તોયણી ગામની રહેવાસી અને પીપલોદ ખાતે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ઉર્વશીબેનનુ જામદરા ગામના તેમના પતિ જયેશભાઈ ખુમાભાઇ પટેલ વચ્ચે લગ્નેતર સંબંધને લઈ ખતરાજ ચાલી રહ્યો હતો જે બાબતે મહિલા કોન્સ્ટેબલ ઉર્વશી બેને દાહોદ મહિલા પોલીસ મથકે 498 મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. જે કેસસંદર્ભે સંજેલી કોર્ટમાં ચાલી રહ્યો હતો. જે અંતર્ગત આજરોજ સંજેલી કોર્ટમાં મુદ્દત હોવાથી ઉર્વશીબેન તેમના પિયર પક્ષના માણસો સાથે મુદ્દતે સુનવણીમાં આવી હતી. અને સામે પક્ષે તેમના પતિ જયેશભાઈ ખુમાભાઇ પટેલ, ભીમસિંહ મગનભાઈ પટેલ,મયુર મગનભાઈ પટેલ પણ આવ્યા હતા. કોર્ટમાં મુદ્દત પૂર્ણ થયા બાદ ઉર્વશીબેન બહાર આવતા તેમના પિયર પક્ષ અને સાસરી પક્ષ વચ્ચે વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન તેમના પતિ જયેશ પટેલ, ભીમસિંહ પટેલ તેમજ મયુર પટેલ GJ-20-AH-1251 નંબરની ગાડી લાવી ઉર્વશીબેનનો હાથ પકડી તને સાસરીમાં જ રહેવું છે તેમ કહી ઘસડી ટીંગાટોળી કરી ગાડીમાં બેસાડી અપહરણ કરી સાસરીમાં લઈ ગડડાપાટુનો માર માર્યો હતો.ત્યારબાદ બનાવની જાણ સિંગવડ પોલીસ સ્ટેશન એલસીબીને થતા બંને પોલીસે જામદરા ખાતે પહોંચી મહિલા કોન્સ્ટેબલ ઉર્વશીબેન ને તેના પતિ તેમાં સાસરિયાઓના ચૂંગાલમાંથી છોડાવી લાવ્યા હતા.
ઉપરોક્ત બનાવ સંદર્ભે મહિલા કોન્સ્ટેબલે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સંજેલી પોલીસે તેના પતિ તેમાં શાસ્ત્રી પક્ષના બે મળી કુલ ત્રણ ઈસમો સામે અપહરણ અંગેનો ગુનો દાખલ કર્યો છે.