અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 44 શિક્ષકો જૂની પેન્શન યોજનાની માંગ સાથે દિલ્હીના રામલીલા મેદાનમાં ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા…
લીમખેડા તાલુકાના શિક્ષકો અમદાવાદ થી હવાઈ માર્ગે દિલ્હી ખાતે ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા..
લીમખેડા તા.૧૧
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સમગ્ર દેશમાં જુની પેન્શન યોજનાના અમલીકરણ માટે AIPTFના હોદ્દેદારોની મીટીંગ તા.૯/૭/૨૦૨૩ના રોજ દિલ્હી શિક્ષક ભવન ખાતે યોજાઈ હતી.જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ મીટીંગમાં જુની પેન્શન યોજના માટે આંદોલનના વિવિધ કાર્યક્રમો જાહે૨ ક૨વામાં આવ્યા છે.જેમાં પ્રથમ તબક્કે તા.૧૦/૮/૨૦૨૩ના રોજ દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં એક દિવસીય ધરણાંનો કાર્યક્રમ આપવામાં આવેલ છે. આ ધરણાં કાર્યક્રમમાં આપણા રાજ્યમાંથી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ-મંત્રીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ-મહામંત્રીશ્રી-હોદ્દેદારો તથા રાજ્ય સંઘના હોદ્દેદારોએ ઉપસ્થિત રહેવાનું કહેવામાં આવ્યું હતું.જે અંતર્ગત લીમખેડા તાલુકાના 44 શિક્ષકો ગતરોજ અમદાવાદથી હવાઇ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા અને તેઓએ ગતરોજ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ જૂની પેન્શનની માંગ સાથે યોજાયેલા ધરણા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.