
રાહુલ ગારી ગરબાડા
ગરબાડામાં ખરોડ નદીમાં જીવના જોખમે માછીમારી કરતા લોકો..
ગરબાડા તા. 28
ભારે વરસાદ પડતા ગરબાડા ગામમાં પસાર થતી ખરોડ નદી માં પુર આવ્યું હતું.પુર ના વહેતા પાણીમાં માછીમારી કરતા માછીમારો ગામે ગામથી ખરોડ નદી પર માછીમારો કરવા આવતા હોય છે. નદીના વહેતા નીરમાં જીવનાં જોખમે માછીમારો નો જમાવડો આજે ખરોડ નદી પર જોવા મળ્યો હતો. ખરોડ નદી એ પાટાડુંગરી જળાશયને જોડતી એક મુખ્ય નદી છે. જેમાં ગત રાત્રે વરસેલા વરસાદના કારણે આ ખરોડ નદી માં પુર આવતા પાટાડુંગરી સરોવર માંથી માછલીઓ વહેણ ની દિશા માં આગળ વધે છે.આ માછલીઓ પકડવા ખરોડ નદીમાં વહેતા પાણીના પ્રવાહમાં આજુબાજુ સ્થાનિક લોકો માછીમારી કરવા આવે છે.ધણા માછીમારો ચોમાસાની ઋતુમાં માછલીઓ મારી પોતાની પરીવાર નું ગુજરાન ચલાવવા આવા પુર ના વહેતા પાણીમાં જોખમ ખેડતા હોઇ છે.