સિંગવડની રાજા ભૈયા બ્રાઇટ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ ઉજવાયો …
સિંગવડની રાજા ભૈયા બ્રાઇટ પ્રાથમિક શાળાના 01. 7 .2023 ના રોજ પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં સાંસદ જશવંતસિંહ ભાભોર કંચનબેન ભાભોર જિલ્લા શિક્ષણાધિકારી નયેલસભાઈ મુનિયા જિલ્લા ઇજનેર કો ઓડિટર આશિષભાઈ જૈન બી.આર.સી સી.આર.સી સ્કૂલના આચાર્ય માધુરીમેડમ તથા સ્ટાફ અને 500 જેટલા વાલીઓ બાળકો વગેરે હાજર રહ્યા હતા રાજા ભૈયા બ્રાઇટ પ્રાથમિક શાળામાં બાળવાટિકામાં તથા 1 ધોરણમાં પ્રવેશ લેનાર 225 વિદ્યાર્થીઓને રમકડાની કીટ અને સ્કુલ બેગ આપવામાં આવ્યો હતો જ્યારે સાંસદ જશવંતસિંહ ભાભોર તથા કંચનબેન ભાભોર દ્વારા દરેક ધોરણમાં પેલો નંબર લાવવા વાળા વિદ્યાર્થીઓને સાંસદ દ્વારા કંપાસ તથા કલર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાંસદ દ્વારા શાળાના સ્ટાફને બોલપેનો આપવામાં આવી હતી જ્યારે સાંસદ દ્વારા રાજા ભૈયા બ્રાઇટ શાળાને દિવાલ ઘડિયાળ ની ભેટ આપવામાં આવી હતી જેના ટાઈમથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સ્કૂલમાં પહોંચી જઈ અભ્યાસ કરે તેમ જણાવ્યું હતું રાજા ભૈયા બ્રાઇટ પ્રાથમિક શાળા એક થી આઠ ધોરણની હોય તેમાં 350 વિદ્યાર્થીઓ આવવાથી સાંસદે ખુશી વ્યક્ત કરી હતી અને શાળા ઉત્તરોતર પ્રગતિ કરે તેમ જણાવ્યું હતું જ્યારે શાળામાં હજુ સુવિધાઓ વધારવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.