કલ્પેશ શાહ
- સિંગવડ તાલુકાના મામલતદારનો વિદાય સમારંભ યોજાયો….
સિંગવાડ તા 30
સિંગવડ તાલુકાના મામલતદાર એન એન બારીયા નો વિદાય 30.6.2023ના રોજ 4.30 કલાકે મામલતદાર કચેરીએ યોજવામા આવ્યો જેમાં તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ કાન્તાબેન ડામોર તાલુકા પંચાયત સદસ્યો ગરબાડા મામલતદાર ધાનપુર મામલતદાર સ્ટાફ તાલુકા પંચાયત સ્ટાફ મામલતદાર ઓફિસ સ્ટાફ સસ્તા અનાજના દુકાનદારો એમ ડી એમ શાખા આઇ સી ડી એસ શાખા તથા સરપંચો તલાટી કમ મંત્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સિંગવડ મામલતદાર એન એન બારિયા દ્વારા સિંગવડ ખાતે મામલતદાર તરીકે 12 11 2021 ના રોજ ફરજ પર હાજર થયા જ્યારે મામલતદારની ફરજ દરમિયાન તેમને સરપંચ ના ઇલેક્શન અને વિધાનસભા નું ઇલેક્શન વગેરેનો કાર્ય કરવામાં આવ્યું હતું જ્યારે તેમને સિંગવડ ખાતે 18 મહિના અને 15 દિવસ ફરજ બજાવી હતી જ્યારે આ સમયગાળામાં તેમને વિધવા સહાય યોજના વૃદ્ધ પેન્શન યોજના વારસાઈ વગેરે જેવા કાર્યો પૂરી નિષ્ઠા પ્રમાણે કરવામાં આવ્યા અને કોઈપણ લોકોને તેનો લાભ મળે તે રીતે કાર્ય કરવામાં આવ્યું જ્યારે તેમના કરેલા કાર્યો માટે મામલતદાર ઓફિસના સ્ટાફ તથા નાયબ મામલતદાર ડામોર દ્વારા તેમને બહુ સારી કામગીરી કરી હોય તેમ જણાવ્યું હતું સિંગવડ મામલતદાર નું હારમાલા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા મામલતદારને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી આવેલા બધા જ મહાનુભવોને મામલતદાર ઓફિસના સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યા હતા જ્યારે મામલતદાર ઓફિસ સ્ટાફ દ્વારા મામલતદાર શ્રી નું સાલ ઓઢાડી ભોરિયુ પહેરવામાં આવ્યા જ્યારે સરકારી દુકાનદારો દ્વારા પણ ભોરીયુ આપવામાં આવ્યું હતું જ્યારે આવેલા સૌ લોકો દ્વારા મામલતદાર ને નારિયેળ આપી સાલો યોઢાડી અને વિદાય આપવામાં આવી હતી સિંગવડ મામલતદાર ઓફિસ દ્વારા ભોજનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી