Sunday, 08/09/2024
Dark Mode

ખૂનની કોશિશ સહિતના ચાર ગુનામાં છ વર્ષથી નાસતા ફરતા આરોપીને જેસાવાડા પોલીસે ખજૂરિયા થી ઝડપી પાડ્યો

June 10, 2023
        3261
ખૂનની કોશિશ સહિતના ચાર ગુનામાં છ વર્ષથી નાસતા ફરતા આરોપીને જેસાવાડા પોલીસે ખજૂરિયા થી ઝડપી પાડ્યો

રાહુલ ગારી ગરબાડા

ખૂનની કોશિશ સહિતના ચાર ગુનામાં છ વર્ષથી નાસતા ફરતા આરોપીને જેસાવાડા પોલીસે ખજૂરિયા થી ઝડપી પાડ્યો

જેસાવાડા પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી આરોપીને જંગલવાળા રસ્તે થી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો 

જેસાવાડા તા. ૧૦

  1. જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી તથા જેસાવાડા સર્વેલેન્સ સ્કોડ માણસો નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખૂનની કોશિશ સહિતના ચાર ગુનામાં છ વર્ષથી નાસતો ફરતો વિજયભાઈ દીપાભાઇ પલાસ ગામ ખજુરીયા જે ધાનપુર બાજુથી જંગલ વિસ્તારના રસ્તે ખજુરીયા તરફ આવનાર છે જે બાતમીના આધારે પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી વોચ ગોઠવી આરોપીને પકડી પાડી અને જેસાવાડા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી પૂછપરછ હાથ ધરી હતી તે દરમિયાન આરોપી દ્વારા આજથી એક વર્ષ પહેલા પોતાના ત્રણ સાગરતો ૧) ધર્મેશ કાજુ ભાભોર ૨) રાહુલ સવસિંગ પલાસ ૩) શિવરાજ દારકાભાઇ પલાસ તમામ રહે ખજુરીયા ના મદદ થી સંખેડા તાલુકાના અમલપુર માંગરોલ ગામે મકાનના બારીની ગ્રીન તોડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયાની ચોરી કરી ની કબુલાત કરી હતી જે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ છે તેમજ પોતાના ત્રણ સાગરીતોના મદદથી સંખેડા તાલુકાના હાડોદ ગામે ઘરના દરવાજાનું તાળું તોડી સોના ચાંદી દાગીનાની ચોરી કરી હોવાની પણ કબુલાત કરી હતી જે બાબતે પણ સંખેડા પોલીસ મથકે તેઓના વિરૂધ ગુનો દાખલ થયો હતો.. આમ જેસાવાડા પોલીસને ખૂનની કોશિશ સહિતના ચાર ગુનામાં છ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!