
બાબુ સોલંકી :- સુખસર
*બિરસા ક્રેડિટ સોસાયટીનુ ભગીરથી કાર્ય ફતેપુરાના પટીસરા ગામે ૭ વર્ષ અગાઉ માતા-પિતાનુ છત્ર ગુમાવનાર અનાથ અને નિરાધાર બાળકો માટે નવિન ઘર બનાવવાનું શરૂ કર્યું.
ફતેપુરા તા. ૬
આદિવાસી સમાજના કલ્યાણ હેતું સમગ્ર આદિવાસી સમાજ ને એક પરિવારમાની સમાજનું કલ્યાણ થાય તે હેતુથી બિરસા ક્રેડિટ સોસાયટી દ્વારા એક નવીન સામાજિક ઉત્થાનના કાર્યની પહેલ કરવામાં આવી છે. જેમાં દાહોદ, મહીસાગર અને પંચમહાલ આમ ત્રણ જિલ્લા ના અલગ અલગ ગામના સભાસદો બિરસા ક્રેડિટ સોસાયટી સાથે જોડાઈ પોતાનો એક પરિવાર માની બિરસા ક્રેડિટ સોસાયટી સાથે સંલગ્ન છે. બિરસા ક્રેડિટ સોસાયટીના સભાસદો દ્વારા “આર્થિક લાહ ” થકી ખાનપુર ની દિકરી ને કન્યાદાન તરીકે 81,101 આપવામાં આવ્યાં હતાં. બિરસા ક્રેડિટ સોસાયટીના સભાસદો દ્વારા આજે ફરી વાર કઈક અલગ પહેલ કરી સમાજ ને મદદ થઈ આદિવાસી સમાજ ની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
આજે ફતેપુરા તાલુકાના પટીસરા ગામમાં 7 વર્ષ પહેલા માતા પિતા ની છત્ર છાયા ગુમાવનાર ત્રણ અનાથ બાળકો ઘર વિહોણા હતા. જેમના નવીન ઘર માટે જાગૃત યુવા ટીમ ફતેપુરા અને ઝાલોદના યુવાઓએ પહેલ કરી હતી જેમાં ફતેપુરા અને આજુબાજુના વિસ્તારના લોકો મદદ કરી નિરાધાર બાળકોને પાકું મકાન બનાવી આપવા પાયો નાખ્યો હતો. અંતે થોડી આર્થિક સંકડામણ થતા છેલ્લે બિરસા ક્રેડિટ સોસાયટી પરિવારજનોએ જવાબદારી લઈને ઘરના બાકી રહેલા કામ માટે બીરસા ક્રેડિટ સોસાયટીના સભાસદો દ્વારા ફૂલ નઈ તો ફૂલ ની પાંખડી રૂપે (વર્ષો અગાઉ બોલવામાં આવતો શબ્દ એટલે લાહ એકબીજાને નિસ્વાર્થ ભાવે મદદ કરવી ) એ શબ્દ ના આધારે 21 ની સદી મા આદિવાસી સમાજ માં આજે પણ વર્ષો જૂની પરંપરા ને જીવંત રાખી અને “લાહ” કરીને 51,000 હજાર રૂપિયા કરતા પણ વધારેની આર્થિક મદદ અનાથ બાળકોના આશરા (ઘર ) કરી આદિવાસી સમાજની વર્ષોથી ચાલતી આવતી પરંપરા “લાહ ” નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ હતું. જેમાં બિરસા ક્રેડિટ સોસાયટીના એમ. ડી. અંકિત અમલીયાર તેમજ સભાસદો હાજર રહી નિરાધાર બાળકો ને આર્થિક સહાય કરવામાં આવી હતી.