Sunday, 19/05/2024
Dark Mode

મિશન 160 કિલોમીટર પ્રતિ કલાકની યોજનામાં રેલવેની મોટી ઉપલબ્ધિ… પશ્ચિમ રેલવેના ગોધરા-રતલામ વચ્ચે બિલડી યાર્ડમાં આવેલા ત્રણ ડીગ્રી કર્વને સેકડો ગાડીઓની અવરજવર વચ્ચે સીધો કરવામાં સફળતા સાંપડી..

June 2, 2023
        2127
મિશન 160 કિલોમીટર પ્રતિ કલાકની યોજનામાં રેલવેની મોટી ઉપલબ્ધિ…  પશ્ચિમ રેલવેના ગોધરા-રતલામ વચ્ચે બિલડી યાર્ડમાં આવેલા ત્રણ ડીગ્રી કર્વને સેકડો ગાડીઓની અવરજવર વચ્ચે સીધો કરવામાં સફળતા સાંપડી..

મિશન 160 કિલોમીટર પ્રતિ કલાકની યોજનામાં રેલવેની મોટી ઉપલબ્ધિ…

પશ્ચિમ રેલવેના ગોધરા-રતલામ વચ્ચે બિલડી યાર્ડમાં આવેલા ત્રણ ડીગ્રી કર્વને સેકડો ગાડીઓની અવરજવર વચ્ચે સીધો કરવામાં સફળતા સાંપડી..

દાહોદ તા.૦૨

 

પશ્ચિમ રેલવે રફતાર 160 પ્રતિ કલાકની યોજના પર છેલ્લા કેટલાય સમયથી કામ કરી રહ્યો છે. જેમાં દિલ્હી મુંબઈ રૂટ પર આ યોજનામાં અવરોધ રૂપ કર્વને સીધા કરવા માટે રેલવે તંત્ર દ્વારા જુદા-જુદા સેક્શનોમાં યોજનાબદ્ધ કાર્ય કરી રહ્યુ છે. તેમાંય રતલામ ગોધરા સેક્શનમાં ગતિ મર્યાદામાં અવરોધ રૂપ કર્વને સીધા કરવાના પડકારને રેલવે તંત્રએ ઉપાડી એક અઠવાડિયામાં ઉપરોક્ત સેક્શનમાં આવેલા ત્રણ ડિગ્રી કર્વને સંખ્યાબંધ મુસાફર ટ્રેનો તેમજ ગુડ્સ ટ્રેનોની અવરજવર વચ્ચે કોઈપણ પ્રકારના બ્લોક લીધા વગર સીધો કરી દેતા એક તરફ મિશન 160 કિલોમીટર પ્રતિ કલાકની યોજના માટે કરેલ કાર્ય એક મોટી ઉપલબ્ધિ સમાન છે.તો બીજી તરફ અતિ વ્યસ્ત ગણાતા આ દિલ્હી મુંબઈ રેલ્વે ટ્રેક પર કર્વને સીધા કરવા માટે સાત દિવસો સુધી રેલવેના સંખ્યાબંધ કર્મચારીઓ યુદ્ધના ધોરણે જોતરાઈ ગયા હતા.અને આ પડકારરૂપ સમાન કર્વને સીધો કરવામાં સફળતા સાપડી છે.

 

પશ્ચિમ રેલવે હવે બદલાતા સમયના વેણમાં આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે. સાથે-સાથે બુલેટ ટ્રેન,તેજસ,રાજધાની તેમજ વંદે ભારત જેવી હાઈ સ્પીડ ટ્રેનો ચલાવીને ભારતીય રેલવે પણ વિશ્વના ફલક પર નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે.આ યોજનાઓ પૈકી પશ્ચિમ રેલવે બ્રિટિશ સમયનો અને ખૂબજ જૂના ગણાતા તેમજ સંખ્યાબંધ મુસાફર તેમજ ટ્રેનોની અવરજવરથી ધમધમતા દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર મિશન ૧૬૦ પ્રતિ કલાકની સ્પીડે ટ્રેનો દોડાવવાની યોજના પર કામ કરી રહ્યું છે.જે અંતર્ગત આ યોજનામાં અવરોધ રૂપ ગણાતા કર્વને સીધા કરવા પણ રેલવે માટે એક પડકારરૂપ ભૂમિકા હતી.જોકે રેલવે તંત્રએ આ પડકારને પણ માત્ર એક અઠવાડિયામાં યુદ્ધના ધોરણે કામ કરી અતિ વ્યસ્ત ગણાતા આ દિલ્હી મુંબઈ રેલ્વે ટ્રેક પર કોઈપણ પ્રકારનો બ્લોક લીધા વગર રાબેતા મુજબ ટ્રેનની અવરજવર વચ્ચે કર્વને સીધો કરવામાં સફળતા સાપડી છે.જે એક ઉપલબ્ધિ સમાન છે દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર રતલામ ગોધરા શેક્શનમાં આવેલા બીલડી યાર્ડમાં વર્ષો જુના ત્રણ ડિગ્રી કર્વને અપ અને ડાઉન લાઇન પર સ્થાઈ ગતિ પ્રતીબંધને સમાપ્ત કરવા તેમજ આ બીલડી યાર્ડમાં ત્રણ ડિગ્રી કર્વ હોવાના કારણે અપલાઈન પર 80 કિલોમીટર પ્રતિ કલાક તેમજ ડાઉનલાઇન પર 75 પ્રતિ કિલોમીટર કલાકની ગતિએ ટ્રેનોનું સંચાલન થતા ટ્રેનોના સંચાલનમાં સ્વરક્ષા તેમજ ગતિ પ્રભાવિત થતા હાઈ સ્પીડ ટ્રેનો માટે આ એક સમસ્યા હતી તેમાય પ્રતિ દિવસ પેસેન્જર તેમજ માલ ગાડીઓના આવાગમન ધરાવતા આ રેલમાર્ગમાં આવેલા કર્વને સીધો કરવા એક પડકારરૂપ ભૂમિકા હતી જે દૂર કરવા માટે રેલ્વે દ્વારા સાત દિવસનો સમય લેવામાં આવ્યો હતો જેમાં આ કર્વને સમાપ્ત કરવા સીધી લાઈન નાખવા માટે 900 મીટર લાંબો નવો ટ્રેક આઉટ નાખવામાં આવ્યો હતો આ ટર્ન આઉટ નાખવા માટે કટીંગને પહોળો કરવા માટે તેમજ ટ્રેક નાખવા માટે નવો ફોર્મેશન તૈયાર કરવા બે લાસ્ટ બેડ તૈયાર કરવા જેવા મહત્વપૂર્ણ કાર્ય કર્યા બાદ 900 મીટર લાંબા નવા ટર્ન આઉટ નાખીને સલામતી સંબંધે તમામ માપદંડોને અનુસરીને કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.તથા જુના ટર્ન તાત્કાલિક ધોરણે ડીશમેન્ટલ કરવામાં આવ્યું છે નવા ટ્રેક અનુસાર ઈલેક્ટ્રીક ફીકેશન જુના કાર્યને પણ સમયસર પૂર્ણ કરવામાં આવ્યું છે

 

 

આ અસ્થાયી ગતિ પ્રતિબંધને હટાવવા સાથે સાથે સમાંતર બીલડી સ્ટેશન પર પેનલ ઇન્ટરલોકિંગના સ્થાને ઈલેક્ટ્રીક ઇન્ટરલોકિંગના કાર્યને પણ પૂર્ણ કરાયું હતું.ગતિ પ્રતિબંધને હટાવવા માટે લગભગ 12.6 કરોડ તથા ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ માટે સાત કરોડનું ફંડનો અંદાજ આંકવામાં આવ્યો હતો.પરંતુ રતલામ મંડળ દ્વારા આ બંને કાર્યોને સમાંતર રૂપે એક સાથે પૂર્ણ કરી લગભગ એક કરોડ રૂપિયાની બચત પણ કરાઈ હતી વિવિધ વિભાગોની સાથે ખૂબ જ સુંદર સમન્વય સધી આ કાર્ય યોજનાની શું વ્યવસ્થિત સુપર વિઝન અને મોનિટરિંગના કારણે આ સમગ્ર કાર્ય માત્ર એક સપ્તાહમાં જ પૂર્ણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે આ દરમિયાન ભીલડી સ્ટેશનનું ભવન પણ બનાવી દેવામાં આવ્યું છે ગતિ પ્રતિબંધ સામાન્ય થવાને કારણે તથા રેલ્વે ટ્રેન સીધી થઈ જવાના કારણે આ ટ્રેક ઉપર ટ્રેનોની ગતિ વધવા પામશે યાત્રાના સમયમાં કમી આવશે તથા રતલામ ગોધરા ખંડની ટ્રેનોમાં સનગણતા ઓછી થશે સુરક્ષા વધશે એટલું જ નહીં ભીલડી યાર્ડમાં સ્થાયી ગતિ પ્રતિબંધ હટવાના કારણે મુંબઈ દિલ્હી રેલમાર્ગ ઉપર પ્રસ્તાવિત 160 કિલોમીટરની ગતિના પ્રોજેક્ટને મહત્વપૂર્ણ મદદ મળશે અને આ ટ્રેક ઉપર નિર્ધારિત ગતિથી ટ્રેનો દોડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!