
બાબુ સોલંકી સુખસર
*ફતેપુરા તાલુકાના મારગાળા ગામની પરણીતાને તાલીબાની સજા આપનાર 10 ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો.*
–પતિ નું ઘર ત્યજી પર પુરુષ સાથે ઘર સંસાર માંડતી મહિલાને પકડી લાવી સાસરીયાઓ એ અર્ધનગ્ન હાલતમાં જાહેરમાં મારામારી કરવા બાબતે વિડીયો વાયરલ થયો હતો.
( પ્રતિનિધિ ) સુખસર,તા.1
ફતેપુરા તાલુકાના મારગાળા ગામની પરણીતા ગત એક વર્ષ અગાઉ પતિ સહિત બાળકોને ત્યજી પાડોશી ગામ જવેશી ગામે જતી રહેલા હતી. જેઓ લગ્ન પ્રસંગમાં આવનાર હોવાની બાતમી પરણીતાના સાસરિયાઓને મળતા પકડી લાવી શરીરે પહેરેલ સાડી ઉતારી અર્ધનગ્ન હાલતમાં માર મારવા બાબતે વિડીયો વાયરલ થયો હતો. જેથી હરકતમાં આવેલ સુખસર પોલીસે આ યુવતીને મારામારીમાં સંડોવાયેલ 10 જેટલા ઇસમો સામે રાઇટીંગ સહિત કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મારગાળા ગામની શાંતાબેન સમસુભાઈ ભાભોર ગત એક વર્ષ અગાઉ જવેસી ગામના કાંતિ નામના વ્યક્તિ સાથે જતી રહેલ હતી.તેની અદાવત રાખી પરણીતાના સાસરિયાઓ પરણીતા મળી આવે તેની રાહ જોઈ રહ્યા હતા.તેવા જ સમયે આ મહિલાને ભગાવી જનાર કાંતિની માતા કશીતાબેન ધીરાભાઈ નિસરતા એ પરણીતાના પતિ સહિત તેના સાસરીઓને સાન્તા તથા કાંતિ લગ્ન પ્રસંગમાં આવનાર હોવાની બાતમી આપી હતી.જેના આધારે શાંતા ઝડપાઈ જતા તેને પતિ સહિત પરિવારના લોકોએ પકડી ઇકકો ગાડીમાં બળજબરી બેસાડી મારગાળા ગામે લઈ આવ્યા હતા.જ્યાં અમરસિંહ ભાભોર,રાજેશ ભાભોર તથા મહેશ ભાભોરનાઓએ ધક્કો મારી નીચે પાડી દઈ હાથે પકડીને પરણીતાના શરીરે પહેરેલ સાડી કાઢી લઈ આજે તારી ઈજ્જત પૂરી કરી દેવાની છે,તેમ કહી ગાળો બોલી મહેશ ભાભોર તથા મલસીંગ ભાભોરનાઓએ હાથમાં લાકડી રાખી નાચ કૂદ કીકીયારીઓ કરી આજે તારો વરઘોડો કાઢી ગામમાં ફેરવવાની છે,તેમ કહી સબુર ભાભોરે મહિલાને ખભા ઉપર બેસાડી ફેરવવા સારું સાડીને ખભા ઉપર મૂકી બેસાડવા જતા મહિલા હાથ છોડાવવા કોશિશ કરતા કલસિંગ ભાભોરનાઓએ ઢસડીને ખેંચતાણ કરી રમશું ભાભોરના ઓના ઘર આગળ લઈ જઈ આરોપીઓ ફરતા ઉભા રહી અમરસિંહ,રાજેશ તથા મહેશ નાઓએ તેઓના હાથમાંની લાકડીથી પીડીત મહિલાના બરડાના ભાગે મારી કલસિંગ ભાભોરે ગડદા પાટુનો માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી.તેમજ રમસુ ભાભોરનાએ મહિલાને શારીરિક માનસિક ત્રાસ આપી ગુનો કર્યો હોવા બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં 10 આરોપીઓની વિરુદ્ધમાં રાયોટીંગ,મારામારી, અપહરણ,છેડતી,શારીરિક માનસિક ત્રાસ,કોઈ સ્ત્રીની લાજ લેવાના ઇરાદાથી કોઈ શબ્દો ઉચ્ચારવા અથવા કોઈ ચેષ્ટા કરવી,સુલેહ ભંગ તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવા બાબતે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
*પીડીતાને મારામારી કરી ગુનાહિત કૃત્યમાં ભાગ ભજવનાર આરોપીઓ.*
(૧) અમરસિંહ ભાટિયાભાઈ ભાભોર (૨) રાજેશભાઈ હડિયાભાઇ ભાભોર(૩) મહેશભાઈ ભાટિયા ભાઈ ભાભોર (૪) સમસુભાઈ મડીયા ભાઈ ભાભોર (૫) મલસિંગભાઈ મડીયા ભાઈ ભાભોર (૬) જોરસીંગભાઇ બીજિયા ભાઈ ભાભોર (૭) રમસુ ભાઈ મડીયા ભાઈ ભાભોર (૮) કલસિંગભાઈ જોરસીગ ભાઈ ભાભોર તમામ રહે. મારગાળા,બારીયા ફળિયા તથા (૯) વિક્રમભાઈ સોમાભાઈ વહોનીયા રહે.સાગડાપાડા (૧૦) કશીતાબેન ધીરાભાઈ નિસરતા રહે. જવેસી તા.ફતેપુરા જી.દાહોદના ઓની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.