Friday, 19/04/2024
Dark Mode

સંજેલી તાલુકાના નાનાકાળીયા ગામે RCC રસ્તાના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી.

June 1, 2023
        1674
સંજેલી તાલુકાના નાનાકાળીયા ગામે RCC રસ્તાના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી.

 સંજેલી મહેન્દ્ર ચારેલ..

સંજેલી તાલુકાના નાનાકાળીયા ગામે RCC રસ્તાના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી.

ધીંગાણામાં મહિલા સહિત 6 ઘાયલ સામ સામે ફરિયાદ નોંધાઈ.

આરસીસી રોડના રૂપિયાની લેતીદેતી મુદ્દે બે પરિવારો વચ્ચે હિંસક ધીંગાણું ખેલાયું.

ગઢદા પાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ.

પ્રતિનિધિ સંજેલી તા.૧

સંજેલી તાલુકાના નાના કાળીયા ગામે પંચો રૂબરૂ નક્કી થયેલા રોડના રૂપિયાની લેતી દેતી મુદ્દે બે પરિવારો વચ્ચે હિંસક ધીંગાણું ખેલાયું હતું.જેમાં મહિલાઓ સહિત છ લોકો ઘાયલ થયા હતા. નાના કાળીયા ગામના નિસરતા ફળિયામાં રહેતા રામુભાઈ કલાભાઈ નિસરતા સુભાષભાઈ કલાભાઈ નિસરતા તથા ગામના પંચના માણસો રામુભાઇના મોટાભાઈ બાબુભાઈ ના ઘરે પંચની રૂબરૂમાં નક્કી કરેલા રોડ ના રૂપિયા લેવા જતા ઘરે હાજર બાબુભાઈના પતિની તથા છોકરાઓએ પંચના માણસોને રૂપિયા આપવાની ના પાડતા તેઓ પરત જતા રહ્યા હતા. ત્યારબાદ બાબુભાઈ નો છોકરો વિજય તેના હાથમાં કુહાડી તથા વૈભવ ના હાથમાં ધારીયુ લઈને કાકા રામુભાઈ ના ઘરે બાજુ આવી આ સરકારી રોડ છે અમે અમો એક પણ પૈસા આપવાના નથી કહીને ગાળો બોલતા રામુભાઈ તથા સુભાષભાઈએ ગાળો બોલવાની ના પાડતા બંને ભાઈઓએ એકદમ ઉશ્કેરાઈ જઈ રામુભાઈ ની પત્ની ઉર્મિલાબેન ને કુહાડીની મુદર તથા પથ્થરો મારી ઇજા કરી ગડદાપાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે ઉર્મિલાબેન રામુભાઈ નિસરતા એ હુંમલાખોર ભત્રીજા વિજય નિસરતા બાબુભાઈ નિસરતા ભત્રીજી વૈશાલી નિસરતા તથા જેઠાણી સવિતાબેન બાબુ નિસરતા સામે સંજેલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.આ વરસિંગભાઈ નિસરતા સહિતના 10 લોકોએ હુમલો કરીને સવિતાબેન અને વિજયભાઈ ને ઘાયલ કરવા સાથે આશથીભંગ કર્યા અંગે વૈશાલી બેને પણ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!