બાબુ સોલંકી સુખસર
*ફતેપુરા તાલુકાનાં એક ગામડાની પતિ- બાળકોનું ઘર છોડી ભાગી જનાર પરણીતાને પકડી તાલીબાની સજા કરતા સાસરીયા.*
પરણીતાની સાડી કાઢી નાચ ગાન સાથે સાસરિયાંઓ દ્વારા માર મારતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો.
( પ્રતિનિધી ) સુખસર,તા.31
ફતેપુરા તાલુકાના એક ગામડાની ત્રણ સંતાનોની માતા પાડોશી ગામના યુવાન જોડે ભાગી જતા આ યુવતી સાસરિયાઓના હાથે ઝડપાઈ જતા તેને જાહેરમાં સાડી ઉતારી નાચગાન સાથે મારામારી થતી હોવા બાબતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળે છે. વાયરલ વિડિયો પોલીસ સુધી પહોંચતા પીડીતા તથા મારા મારી માં સંડોવાયેલા ત્રણ જેટલા આરોપીઓને સુખસર પોલીસ સ્ટેશનમાં લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સુખસર થી સાતેક કિલોમીટરના અંતરના એક ગામડાની ચાર સંતાનોની માતા પતિ તથા બાળકોનું ઘર છોડી પાડોશી ગામના યુવાન સાથે એક વર્ષ અગાઉ ભાગી ગયેલ હોવાનો બનાવ બનવા પામેલ હતો.જ્યારે આ પરણીતા જે યુવાન સાથે ભાગી ગઈ હતી તેના ઘરમાં પત્ની તરીકે રહી ઘર સંસાર ચલાવતી હતી.જ્યારે આ યુવતી તેના પરિણીત પતિ અને પરિવારજનો શોધ ખોળમાં હતા તે દરમિયાન પરણીતા એક લગ્ન પ્રસંગમાં મળી આવતા મારગાળા ગામે લાવી આ યુવતીને નાચગાન સાથે જાહેરમાં સાડી ઉતારી મારામારી કરતા હોવાનો વિડિયો વાયરલ થયો હતો.તેમ જ આ વિડીયો 28 મે-2023 નો રોજનો હોવાનું પણ જાણવા મળે છે.તેમજ આ મારામારી કરનાર ઈસમો ભાભોર પરિવારના હોવાનું જાણવા મળે છે.તેમજ આ મારામારીમાં આઠ જેટલા ઈસમો સંડોવાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જોકે આ વિડીયો પોલીસ સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં વાયરલ થઈ ચૂક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્યારે જાહેરમાં મહિલાને સાડી ઉતારી મારામારી કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે.
સમાજ વિરોધી પગલું ભરનાર ચાર સંતાનોની માતા અને પરિણીત અને સંતાનો વાળા વ્યક્તિની આંખ કઈ રીતે મળી તે જાણવાની સૌ કોઈને ઉત્કંઠા હોય તો એ પણ જાણી લઈએ કે જવેસી ગામનો કાંતિ ગુજરાતના અન્ય જિલ્લામાં જઈ ખેતીવાડીમાં ભાગીયા તરીકે મજૂરી કામ કરતો હતો જ્યારે અત્યાચારનો ભોગ બનેલી મહિલા ખેતીવાડીની મજૂરી કામ માટે દહાડિયાઓ લઈ જવાનું કામ કરતી હતી.ખેતીવાડીની મજૂરી કરવા જતા મજૂરોના મુકડદમ તરીકે કામ કરતી મહિલા તથા જવેસીના પુરુષને અવાર-નવાર મળવાનું પણ થતું હતું. અને તેવા સમયે આ બંનેની આંખ મળી જતા કહેવાતો પ્રેમ થઈ ગયો હતો. અને જુદા રહી લાંબો સમય વિતાવી શકાય તેમ નહીં જણાતા અને પ્રેમનો ઉભરો આવતા ચાર સંતાનોની માતા બાળકો સહિત પતિનું ઘર ત્યજી પાડોશમાં આવેલ જવેસી ગામના કાંતિ પાસે જતી રહી હતી.જેનાથી કાંતિની પત્ની,બાળકો સહિત પરિવાર રાજી ન હતો.કાંતિએ ઘર પરિવારની પરવા કર્યા વિના પારકી પરણેતરને ઘરમાં બેસાડી દેતા નારાજ હતા.બીજી બાજુ મારગાળાનો પરિણીત પતિ અને તેના બાળકો સહિત પરિવાર પણ વ્યથીથ હતા.અને પરિવાર પણ ભાગી ગયેલ પરણીતા હાથમાં આવે તેની એક વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે કોઈક વ્યક્તિ દ્વારા સચોટ બાતમી મળેલ કે,મારગાળાની પરણિતા તથા જવેસીનો કાંતિ સંજેલી તાલુકાના એક ગામડામાં રવિવારના રોજ લગ્ન પ્રસંગમાં જનાર છે.ની સચોટ બાતમી મળતાં પરણીતાના પરિવારના લોકો ત્યાં પહોંચી ગયા હતા.જ્યાંથી પકડી લાવી મહિલાને શરીરે પહેરેલ સાડી ઉતારી તાલીબાની સજા આપવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો હતો.
અત્યાચારનો ભોગ બનેલી મહિલા અને તેના પતિ નું 10 વર્ષ નું લગ્ન જીવન છે.અને હાલમાં ચાર બાળકો પણ છે.જે બાળકો તેના મામાના ઘરે રહે છે.અને ભોગ બનનાર મહિલા છેલ્લા એક વર્ષથી પોતાના પતિથી દૂર થઈ બાજુના જવેસી ગામના પુરુષ કાંતિ સાથે રહેતી હતી. જેથી પતિ સહિત તેના ભાઈઓ દ્વારા આ બાબતની અદાવત રાખી પિડિતા લગ્ન પ્રસંગમાં ગયેલ હતી ત્યાંથી તારીખ 28/5/2023 રવિવારના રોજ લગ્ન પ્રસંગમાંથી ગાડીમાં નાખીને મારગાળા ગામે લઈ આવ્યા હતા.જ્યાં શરીરે પહેરેલ સાડી ઉતારી જાહેરમાં મારામારી કરવા બાબતનો વિડીયો વાયરલ થતા સુખસર પોલીસે તાત્કાલિક ભોગ બનનાર તથા આરોપીઓને સુખસર પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારના મારગાળા ગામના વાયરલ થયેલ વિડિયો બાબતે સુખસર પોલીસ સ્ટેશનની સી ટીમ તથા સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રોમાં ગતિમાન કરેલા છે.અને ભોગ બનનાર મહિલાને તેના પિતાના ઘરે વાસીયાકુઈ ગામેથી સી ટીમ દ્વારા સાથે રાખી બીજા આરોપીઓને તપાસ કરવાની અને બનાવ બાબતે વધુ પૂછપરછ કરવા અને આરોપીઓની સામે કાયદેસરનો ગુનો દાખલ કરવાની તજવી જ સુખસર પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળે છે.