
મહેન્દ્ર ચારેલ સંકેલી
નશામાં ધૂત સંજેલીમાં ફરજ બજાવતા ટીડીઓએ બાકોર નજીક વડોદરાના પરીવારની કારને ટક્કર મારી….
પુરઝડપે કાર હંકારનાર ટીડીઓએ અકસ્માત બાદ રૂઆબ બતાવી પરીવારને ધમકાવ્યો.
દારૂનાં નશામાં ધૂત સરકારી કર્મચારી ગાડીમાંથી નીકળ્યા બાદ હોશ પણ ન હતો.
અકસ્માતની જાણ થતાં બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી…
સંજેલી તા.25
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા ના તાલુકા વિકાસ અધિકારીએ સ્ટાફ ક્વોટર કે ભાડે ઘર લેવાને બદલે કચેરીને જ ઘર બનાવી તેના ઉપરના માળે રહેતા હતા જોકે એકાએક તબિયત બગડતા ઘસી આવેલા પરિવાર તેમને વતન લઈ ગયા હતા આ ઘટનાની ચર્ચા સંજેલી નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો ટીડીઓએ તાલુકા પંચાયતમાં જ રહેવા માટે ભાડાનું મકાન લેવાને બદલે તાલુકાની બિલ્ડિંગમાં જ ઉપરના માળે જ રેસિડેન્ટ બનાવી દીધું હતું છેલ્લા બે દિવસ સુધી તાલુકા પંચાયત ઉપર થી ઉતર્યા જ નથી આ ઉપરાંત સરકારના નિયમોને નેવે મૂકી તાલુકા પંચાયત કચેરી રામ ભરોસે હોય તેમ છેલ્લા પાંચ દિવસનો સમય થઈ ગયો હોવા છતાં તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ કોઈને સોંપવામાં આવ્યો જ ન હતો. ત્યારબાદ 27 એપ્રિલના રોજ આસિસ્ટન્ટ TDO મકવાણા ને ચાર્જ આપી ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ 22 મેના રોજ વડોદરા ના વકીલ પરિવાર રાજસ્થાનથી ફરીને પરત આવતા બાબલીયા ચોકડી પાસે સંજેલીમા ફરજ બજાવતા tdo નશા ના દૂધ કાર ચલાવીને વડોદરાના વકીલની કારને ધડાકેભેર અથડાવી દેતા કારને નુકસાન પહોંચાડીને વકીલ ના પરિવારને નુકસાન કરીને વકીલે બાકોર પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ આથ ધરી અકસ્માત સર્જનાર કાર પર તાલુકા વિકાસ અધિકારીનું બોર્ડ લગાવેલું હતું
અકસ્માત સર્જનાર કાર પાસે વકીલ પહોંચતા ચાલકે નશો કરેલ હોવાનું જાણવા મળ્યું હતું અને વકીલે તેનું નામ પૂછતા પોતાનું ઓળખ ભુપેન્દ્રભાઈ ધુળાભાઈ સોલંકી પાલનપુર ટીડીઓ તરીકે આપ્યું હતું. હું સરકારી અધિકારી છું તમારી વિરુદ્ધ કાર્યવાહી કરીશ તેમ જણાવી ટીડીઓ એ વકીલને ધમકી આપતા હતા ટીડીઓ સરકારી કર્મચારી દારૂ પીને ગાડી ચલાવતા હોવાના આક્ષેપ સાથે કાર ને અકસ્માત સર્જી કારને નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ બાકોર પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ આથ ધરી છે..