ઈલિયાસ શેખ સંતરામપુર
સંતરામપુર પાલિકાને પાણીનો બગાડ કરવામા માં જ રસ છે..??
સંતરામપુરમાં જુના બસ સ્ટેશન વિસ્તારમાં મુખ્ય પાઇપલાઇનના વાલ્વમાં લીકેજથી પાણીનો વ્યય..
સંતરામપુર તા.21
સંતરામપુર નગરપાલિકા દ્વારા જુના બસ સ્ટેશન વિસ્તારમાં મુખ્ય પાઇપલાઇનનો વાલ લીકેજ હોવાના કારણે સતત બે દિવસથી પાણીનો એટલો બગાડ થાય છે કે બસ સ્ટેન્ડ ચોકડી સુધી સતત પાણીનો પ્રવાહ વધવાના કારણે ભર ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ જોવા મળી આવી અને આના કારણે રોડ રસ્તાની પણ નુકસાન થવા પામેલું છે પાણીના રિલમ છેલ ની અંદર જ મોટાભાગના લોકો પસાર થઈને ચાલી રહ્યા છે અને આનાથી હાલાકી અને મુશ્કેલી ભોગવી રહેલા છે પાલિકાની નફ્તાઈના કારણે અસંખ્ય પાણીનો બગાડ જોવા મળી આવેલો છે વાયુ વેગની જેમ પાણીનો બગાડ થતો નગરમાં ચર્ચા રહેલું છે પાલિકા કેમ આમ કરે છે.