બાબુ સોલંકી સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન પાસે થયેલ ચોરીમાં રોકડ સહિત સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા 14,95,750 ની મત્તા ઉઠાવી તસ્કરો પલાયન.
ચોરીમાં બાવીસ તોલા સોનાના દાગીના,ત્રણ કિલો પાંચસો ગ્રામ ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયા ચાર લાખની ચોરી બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો.
પોલીસ દ્વારા દારૂ ઝડપવામાં આવે છે ત્યારે તેની પૂરેપૂરી કિંમત બતાવવામાં આવે છે,જ્યારે સોના- ચાંદીની ચોરી થાય તેની પોલીસના મતે અડધાથી પણ ઓછી કિંમત કેમ થઈ જાય છે?નો સુખસરમાં ચર્ચાતો પ્રશ્ન.
સુખસર,તા.21
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશનની બાજુમાં શુક્રવાર રાત્રિના કોઈ જાણભેદુ તસ્કરોએ બંધ મકાનના દરવાજાના તાળાંના નકુચા તોડી મકાનમાં પ્રવેશી સાત જેટલી તિજોરીઓ અને લોકરો તોડી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી તસ્કરો પલાયન થઈ જવા પામેલ હતા.જેમાં પોલીસ દ્વારા ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.જ્યારે આ મકાનમાં તપાસ કરતા લાખો રૂપિયાની ચોર લોકો ચોરી કરી ગયા હોવાનું બહાર આવતાં સુખસર પોલીસે હાલ અજાણ્યા ચોર લોકોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન પાસે શુક્રવાર રોજ રાત્રિના કોઈ જાણભેદુ તસ્કરો બંધ મકાન ને નિશાન બનાવી મકાનના તાળાંના નકુચા તોડી મકાનમાં પ્રવેશ્યા હતા.અને સાત જેટલી તિજોરીઓ અને લોકરોની તોડફોડ કરી અંદર રાખવામાં આવેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ નાણાંની ચોરી કરી પલાયન થઈ જવા પામ્યા હતા તેમાં ડૉ. સુમનબેન પલાસનાઓ એ તેઓની તિજોરીમાં રાખેલ નવ તોલાની ત્રણ નંગ સોનાની ચેન કિંમત રૂપિયા 4,05000 તથા એક સોનાની માળા વાળી ચાર તોલાની ચેન કિંમત રૂપિયા 1,80000 તથા એક નંગ બાજુબંધ સોનાનો ચાર તોલાનો કિંમત ₹1,80000 તેમજ રીમ્પલબેન પલાસના ઓની તિજોરીમાં તપાસ કરતા તિજોરીમાં રાખેલ ચાર જોડી સોનાની બુટ્ટી ત્રણ તોલાની કિંમત રૂ,1,35,000 ની તેમજ ઉષાબેન પલાસના ઓએ તેઓની તિજોરીમાં રાખેલ ત્રણ નંગ સોનાની વીંટી બે તોલાની કિંમત રૂપિયા 90,000 તથા એક જોડ ઝાંઝરી ચાંદીની 350 ગ્રામ ની કિંમત રૂપિયા 10,000 તથા સાત જોડી ચાંદીના છાડા 700 ગ્રામના કિંમત રૂપિયા 20,000 તથા એક નંગ ચાંદીના સેટ 250 ગામના કિંમત રૂપિયા 8,750 તથા એક નંગ ચાંદીની સાંકળી 500 ગ્રામ જેની કિંમત રૂપિયા 17,500 તથા ચાંદીની ડીશ નંગ એક તથા એક નંગ વાડકી તથા એક નંગ ગ્લાસ સાતસો ગ્રામના કિંમત રૂપિયા 20,000 તથા ચાંદીનો એક નંગ ગ્લાસ તથા ચાંદીની એક નંગ ચમચી ત્રણસો ગ્રામ વજનની કિંમત રૂપિયા 9,500 તથા છ જોડ ચાંદીના કડા 700 ગ્રામના કિંમત રૂપિયા 20,000 ના સોના ચાંદીના દાગીનાઓની ચોરી થવા પામેલ હોવાનું જાણવા મળે છે
જ્યારે ગૌરવભાઈ પલાસ નાઓની તિજોરીની તોડફોડ કરી તિજોરીમાં રાખેલ રૂપિયા 50ના દરની ચલણી નોટો રૂપિયા 1,50,000 તથા સોના દરની રૂપિયા 50,000 મળી કુલ રૂપિયા 200,000 લાખ રૂપિયા રોકડા સહિત પાસપોર્ટની ચોરી થઈ હોવાનું જાણવા મળે છે.જ્યારે ડૉ.સુમનબેન પલાસની તિજોરીમાં રાખવામાં આવેલ રૂપિયા 1,50,000 તથા વહુ ઉષાબેનની તિજોરીમાં રાખેલ રોકડ રૂપિયા 50,000 મળી કુલ રૂપિયા 14,95,750/- ની માલમત્તાની અજાણ્યા ચોર લોકો ચોરી કરી ગયા હોવા બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
અત્રે એ બાબત પણ નોંધનીય છે કે,આ મકાનમાં થયેલ ચોરીમાં 22 તોલા સોનાના દાગીનાની ચોરી થવા પામેલ છે.તેમાં પોલીસના ભાવે રૂપિયા 9 લાખ 90 હજાર રાખવામાં આવી છે.જ્યારે 3 કિલો 500 ગ્રામ ચાંદીના દાગીનાના રૂપિયા 1,05750 જણાવવામાં આવી છે.આમ હાલના ભાવે જોતા સોના ચાંદીની કિંમતમાં અડધાથી પણ ઓછી રકમ પોલીસ દ્વારા અંદાજવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરો અથવા તો દારૂના વ્યસની પાસેથી એકાદ-બે બોટલ દારૂ ઝડપાય છે,ત્યારે તેની પૂરેપૂરી કિંમત બતાવવામાં આવે છે. ત્યારે ચોરી જેવા બનાવોનો ભોગ બનતા લોકો સાથે પોલીસના મતે સોના-ચાંદીની કિંમત અડધાથી પણ ઓછી કેમ થઈ જાય છે?નો પ્રશ્ન સુખસર પંથકની પ્રજામાં ચર્ચાઇ રહ્યો છે.