
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા પોલીસે મીનાક્યાર બોર્ડર ઉપરથી ઇકો ગાડી માંથી ૭૪૮૨ નાં વિદેશી દારૂ સાથે બે ઈસમો ને ઝડપી પાડી જેલ ભેગા કર્યા
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા પોલીસ સ્ટાફના માણસો મીનાંક્યાર એમ.પી ..બોર્ડર ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન સેજાવાડા તરફથી એક ઇકો ગાડી આવતા તેને ઉભી રખાવી ગાડીમાં તલાસી લેતા ગાડીની વચ્ચેની સીટમાંથી ભારતીય બનાવટોની વિદેશી દારૂની પેટીઓ જેમાં દારૂના અલગ અલગ માર્કની બોટલ નંગ 66 કિંમત રૂપિયા 7482 થતા પોલીસે પોલીસે ઇકો ગાડીમાં સવાર બે ઈસમોને પકડી પાડી તેમજ મુદ્દાઓની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ ઇકો ગાડી જેની કિંમત રૂપિયા 50,000 મળી કુલ 57,482 ના મુદ્દા માલ સાથે બે સમયે ને પકડી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી