લીમખેડા તાલુકાના ચેડિયા ગામેથી LCB પોલીસે વોચ દરમિયાન 2.28 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ સાથે ખેપીયાને ઝડપી લીધો…
લીમખેડા તાલુકાના ચેડીયા ગામેથી એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી મધ્યપ્રદેશથી ફોરવીલર ગાડીમાં દારૂ ભરીને લાવતા બુટલેગરને વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી જેલ ભેગો કર્યો છે એલસીબી પોલીસે 2.28 લાખનો વિદેશી દારૂ તેમજ ફોરવીલર ગાડી મળી પોણા ચાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે
ગાંધીના ગુજરાતમાં આમ તો વિદેશી દારૂની બદી અમલમાં છે પરંતુ આ વિદેશી દારૂની બદી માત્ર કાગળ પૂરતી સીમિત હોય તેવું સામે આવી રહ્યું છે મધ્ય ગુજરાતના રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલા દાહોદ જિલ્લામાંથી બુટલેગર તત્વો સરહદી વિસ્તારોમાંથી અવનવા કીમિયા અજમાવી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઠાળવી યુવાધનને નશાની ગર્તામાં ધકેલવાનો હિન પ્રયાસ કરી રહ્યા છે હાલ દાહોદ સહીત આસપાસના વિસ્તારમાં લગ્નસરાની સીઝન ચાલતી હોય બુટલેગર તત્વો તગડો નફો રળવા સક્રિય બન્યા છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ પણ વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા સક્રિય બની છે ત્યારે તાજેતરમાં દાહોદ એલસીબી પોલીસના પી.આઈ કે ડી ડીંડોર અને તેમની ટીમ મળી લીમખેડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે GJ 01 HJ 1702 નંબરની સિલ્વર કલરની scorpio ગાડીમાં મધ્યપ્રદેશના સેજાવાડા ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરી ચેડીયા ગામે થઈ અંતેલા ગામ તરફ આવનાર છે તેવી બાતમીના આધારે એલસીબીની ટીમે લીમખેડા તાલુકાના ચેડિયા ગામે વોચ ગોઠવી આવતા જતા વાહનોની ચેકિંગ હાથ ધરી રહી હતી તે સમયે બાતમીમાં દર્શાવેલ ગાડી આવતા એલસીબી પોલીસે આ ગાડીને આંતરી ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ 59 પેટીઓમાં 1680 બોટલ મળી 2,28,432 રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ તેમજ દોઢ લાખ રૂપિયાની વિદેશી દારૂના હેરફેરમાં ઉપયોગમાં લીધેલી scorpio ગાડી મળી 3,78.432 રૂપિયાનો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે દેવગઢબારિયા તાલુકાના અંતેલા માળ ફળિયાના પંકજ રમણલાલ પટેલની અટકાયત કરી જેલ ભેગો કર્યો હતો..