Monday, 20/01/2025
Dark Mode

શિક્ષણ સ્તર શૂન્ય તરફ: લીમખેડા કેન્દ્ર 22 ટકા સાથે રાજ્યમાં છેલ્લા નંબરે, લીમડી કેન્દ્ર પણ 22.37 ટકા મેળવી રાજ્યમાં છેલ્લેથી બીજા નંબરે…

May 2, 2023
        640
શિક્ષણ સ્તર શૂન્ય તરફ: લીમખેડા કેન્દ્ર 22 ટકા સાથે રાજ્યમાં છેલ્લા નંબરે, લીમડી કેન્દ્ર પણ 22.37 ટકા મેળવી રાજ્યમાં છેલ્લેથી બીજા નંબરે…

શિક્ષણ સ્તર શૂન્ય તરફ: લીમખેડા કેન્દ્ર 22 ટકા સાથે રાજ્યમાં છેલ્લા નંબરે, લીમડી કેન્દ્ર પણ 22.37 ટકા મેળવી રાજ્યમાં છેલ્લેથી બીજા નંબરે…

દાહોદ જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રાજ્યમા સાથી નીચું પરિણામ આવ્યુ છે.બીજી તરફ દાહોદ જિલ્લાનું લીમખેડા કેન્દ્રનું પરિણામ પણ રાજ્યમાં સૌથી નીચુ જાહેર થયુ છે.જ્યારે લીમડી કેન્દ્ર પણ છેલ્લેથી બીજા નંબરે આવતાં મોટી મોટી જાહેરાતો કરનારા શાળા સંચાલકોની પોલ ખુલી ગઇ છે.કારણ કે હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્વ નિર્ભર શાળાઓ ઉપલબ્ધ થઇ છે તેમજ શિક્ષણ સ્તર સુધારવા માટે સરકારી શાળાઓ પણ શરુ કરવામાં આવેલી છે.

 

લીમખેડા કેન્દ્રમાં માત્ર 176 પરીક્ષાર્થી પાસ થઇ શક્યા દાહોદ જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રાજ્યમાં 29.44 ટકા જેટલું રાજ્યમાં સૌથી નિમ્ન પરિણામ આવતા શિક્ષણ આલમમાં સન્નાટો છવાઇ ગયો છે.ત્યારે એક બીજા પણ નિરાશાજનક સમાચાર એ છે કે જિલ્લાના લીમખેડા પરીક્ષા કેન્દ્રનું પરિણામ રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો કરતા નીચુ આવ્યુ છે.રાજ્યમાં લીમખેડા 22 ટકા પરિણા સાથે છેલ્લા નંબરે આવ્યુ છે.જેમાં લીમખેડા કેન્દ્રમાં 810 નોંધાયેલા પૈકી 800 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.તેમાંથી માત્ર 176 પરીક્ષાર્થીઓ પાસ થઇ શક્યા છે અને તેનીસામે 634 પરીક્ષાર્થી નાપાસ જાહેર થયા છે.લીમખેડા વિસ્તારમાં પણ હવે શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આ કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવે છે ત્યારે પરિણાનું આ સ્તર ચિંતાજનક છે.

લીમડી કેન્દ્રનાં 228 માંથી 179 પરીક્ષાર્થી નાપાસ બીજી તરફ લીમડીને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું નવુ નવુ જ કેન્દ્ર મળ્યુ છે.જેથી હવે લીમડીમાં પણ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવાય છે.આ કેન્દ્રમાં પણ 230 નોંધાયેલા પૈકી 228 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી પરંતુ તેમાંથી 179 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા અને માત્ર 51 પરીક્ષાર્થી જ પાસ થઇ શક્યા છે.આમ લીમડી કેન્દ્ર પણ રાજ્યમાં 22.37 ટકા સાથે રાજ્યમાં છેલ્લેથી બીજા નંબરે આવ્યુ છે.આમ જિલ્લા સાથે ત્રણ માંથી બે પરીક્ષા કેન્દ્રોના પરિણામો રાજ્યમાં નિમ્ન સ્તરે આવ્યા હોવાથી શિક્ષણ આલમ પર બીજો વજ્રઘાત થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!