*ધરમપુર તાલુકાના રાજપુર ગામમાં યોજાયેલ વોલીબોલ ટુર્નામેન્ટમા પટેલ ફળિયા ટીમ વિજેતા.*
ધરમપુર તાલુકાના રાજપુર તલાટ ગામમાં સળંગ ચાર વર્ષથી ગામના આગેવાનો નિલેશ પટેલ ઉર્ફે મુન્નાભાઈ,કમલ,પ્રજ્ઞેશ, ચેતન,સુભાષભાઈ,રોહિત,મુકેશભાઈ,ઉપેન્દ્ર,હેમંત,પીનલ,વિરુ,પાર્થ સહિતના આગેવાનો દ્વારા વિવિધ ગામોના યુવાનોમાં એકતા,ભાઈચારા અને સહકારની ભાવના વિકસે તે હેતુથી નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ જેટલી ટીમોએ ભાગ લીધેલ હતો જેમાં પટેલ ફળિયા ટીમ વિજેતા બની હતી અને હાઉસિંગ ફળિયા ટીમ રનર્સ અપ બની હતી.કાર્યક્રમનું ઉદ્ઘાટન નાનકડી બાળા નિદિવા અને બાળ નિદિવના હસ્તે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,ડો.દિવ્યાંગી પટેલ,ધરમપુર તાલુકા આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને વોલીબોલના શોખીન ધરમપુર બીટ જમાદાર કિરણ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.તમામ મહેમાનોએ આયોજકોની ક્રિકેટ ઉપરાંત અન્ય રમતને પ્રોત્સાહન આપવા માટે સરાહના કરી હતી.