Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં સગીરાઓ સહિત મહિલાઓના થતા અપહરણમાં ચિંતાજનક રીતે થઈ રહેલો વધારો.*

April 29, 2023
        624
ફતેપુરા તાલુકામાં સગીરાઓ સહિત મહિલાઓના થતા અપહરણમાં ચિંતાજનક રીતે થઈ રહેલો વધારો.*

બાબુ સોલંકી સુખસર 

*ફતેપુરા તાલુકામાં સગીરાઓ સહિત મહિલાઓના થતા અપહરણમાં ચિંતાજનક રીતે થઈ રહેલો વધારો.*

સુખસર પંથકમાં દશ વર્ષની બાળકીથી લઈ પચાસ વર્ષ સુધીની પરણીત આઘેડ મહિલાઓના થયેલા અપહરણના કિસ્સા બની ચૂકેલા છે.

 અપહરણના બનાવોમાં મોટાભાગના કિસ્સા કહેવાતા આગેવાનો સહિત જવાબદાર તંત્રના સહયોગ અને મેળાપીપણાથી પ્રકાશમાં આવતા નથી.

અપહરણના કેટલાક કિસ્સાઓને બાદ કરતા મોટાભાગના કહેવાતા અપહરણ બનાવો બંનેની સંમતિથી થતા હોય છે.

 અપહરણ,બળાત્કાર, ગેરકાયદેસર ગોંધી રાખવુ,મહિલા સાથે લગ્નના નામે છેતરપિંડી કરવી,

વ્યભીચારી જીવન જીવવું વિગેરે કાયદાની નજરમાં ગુન્હો છે.છતાં મોટાભાગના ગુનેગારો છટકી જાય છે.!

( પ્રતિનિધિ ) ‌ સુખસર,તા.29  

 ફતેપુરા તાલુકામાં અન્ય સમાજની દ્રષ્ટિએ જોતા આદિવાસી સમાજ બહુમતી ધરાવે છે.અને મોટાભાગના લોકો ખેતીવાડી સાથે સંકળાયેલા છે. તેમજ સમાજના અનેક સભ્યો સેવકથી લઈ રાજ્ય અને કેન્દ્ર સરકારની ટોચની જગ્યાઓ ઉપર પદ પણ સંભાળી રહ્યા છે.અર્ધ શિક્ષિત લોકો ખેત મજૂરી તથા છૂટક મજૂરી ધંધો કરતા જોવા મળે છે.સમાજમાં મોટાભાગે શિક્ષિત લોકો છે પરંતુ શૈક્ષણિક દ્રષ્ટિએ સજાગતા અને સામાજિક રીતે જાગૃતિ હોવી જોઈએ તેમાં ક્યાંક ને ક્યાંક કમી પણ જોવાઈ રહી છે.જેના લીધે અન્ય સમાજની સરખામણીએ આદિવાસી સમાજમાં પ્રથમ દ્રષ્ટિએ જોતા એકતાનો અભાવ હોય તેનો સમાજ સહિત અન્ય તમામ ક્ષેત્રે તેમનો ગેરલાભ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે.હાલના સમયમાં એક સુખી અનેક મહાદુ:ખી જેવો ઘાટ હોય જેના લીધે સંપૂર્ણ આદિવાસી સમાજ સમાજની સમાંતર રેખા સુધી પહોંચી શક્યો નથી.અને સમાજની કોઈપણ સમસ્યા ઊભી થાય ત્યારે બે ભાગલા પડી જતા હોય જેના લીધે પોતાના જ સમાજના સભ્યને અન્યાયનો ભોગ બનવું પડતું હોય છે.જેના લીધે સામાજિક વ્યવસ્થા ખોરવાતી હોય છે.ત્યારે પોતાના સમાજની કોઈપણ સમસ્યા માટે સમાજે એક જુટ થઈ આગળ આવવું જોઈએ.અને સામાજિક વ્યવસ્થાનું સંગઠન મજબૂત બનાવાય તેવી પણ સમયની માંગ છે.

       તાલુકામાં વસવાટ કરતા તમામ સમાજના લોકોમાં કોઈ ને કોઈ સામાજિક સમસ્યા હોઈ શકે છે.તેવી જ રીતે આદિવાસી સમાજમાં એક સમસ્યા દહેજ પ્રથા તથા સગીરાઓથી લઈ પૌઢ ઉમરે પહોંચેલી પરણીત અને ઘરસંસારી મહિલાઓના થતા અપહરણ બનાવો શંકાસ્પદ રીતે આગળ વધી રહ્યા છે.અને તેમાં કેટલાય પરિવારો અને તે પરિવારના અનેક સભ્યોનું જીવતર બરબાદ થઈ રહ્યું છે.ખાસ કરીને તાલુકામાં દસ વર્ષની બાળકીઓથી સગીરાઓ સહિત પચાસ કે તેનાથી વધુ વર્ષની ઉંમર ધરાવતી આઘેડ મહિલાઓના અપહરણ અથવા કહેવાતા અપહરણ બનાવો બની રહ્યા છે.અને આવા બનાવો બનતા પોલીસ સ્ટેશનો સુધી કિસ્સાઓ પહોંચતા હોય છે.પરંતુ આ બનેલ બનાવવો પૈકી મોટાભાગના કિસ્સા કહેવાતા આગેવાનો સહિત જવાબદાર તંત્રોના મેળાપીપણાથી આગળ વધતા નથી.અને મારી મચોડીને સમાધાન કરી લેવાતાં અપહરણના અને તેમાંય ખાસ કરીને સગીરાઓ તથા ઘર સંસારી મહિલાઓના અપહરણ બનાવો વધતા જાય છે.

  અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,તાલુકામાં સગીરાઓ સહિત મહિલાઓના થતા અને કહેવાતા અપહરણના કિસ્સા મોટા ભાગે બંને પક્ષ સંમતિથી સમાજ વિરોધી પગલું ભરતા હોય છે.પરંતુ કેટલાક સંજોગોમાં કહેવાતા અપહરણનો ભોગ બનેલી કિશોરી અથવા મહિલાને પકડી લાવવામાં છે.અને તે પૈકી મોટાભાગની સગીરા અથવા મહિલાને પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવતી હોય છે. અને જ્યાં કહેવાતા આગેવાનો સમાધાન કરાવવા એડીચોટીનું જોર લગાવતા હોવાનું પણ જોવા મળે છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં સગીરા અથવા મહિલાના થયેલ અપહરણ માટે હજારો કે લાખો રૂપિયા દંડ વસૂલ કરતા હોય છે.ભલે પછી અપહરણ કરી જનાર પુરુષ કરતાં તેની સાથે ભાગી જનાર કિશોરી કે મહિલાનો વાંક વધુ હોય છતાં આ દંડની રકમ આપવા કહેવાતો અપહરણકાર આનાકાની કે ઇન્કાર કરે ત્યારે તેના ઉપર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવતો હોય છે.જોકે અપહરણ બનાવોમાં બનેલા બનાવો માંથી માત્ર વીસ થી પચીસ ટકા બનાવોમાં ગુના દાખલ થતા હોવાનું અનુમાન છે.જ્યારે કેટલાક કિસ્સાઓમાં અઢાર વર્ષ ઉપરાંતની યુવતીના અપહરણના બનાવની જાણ પોલીસ સ્ટેશન સુધી પહોંચતા કેટલાક પોલીસ ખાતાના માણસો આવા બનાવને અપહરણનો બનાવ બનતો નહીં હોવાનું જણાવી કાયદાથી અજ્ઞાત લોકોને સમજાવી પટાવી ગુન્હાને સમેટી લેવા સમજાવટ કરી કાયદાકીય રીતે અન્યાય કરવામાં આવતો હોવાનું પણ જાણવા મળે છે.    

અહીંયા એ પણ નોંધનીય બાબત છે કે,તમામ અપરણના બનતા બનાવો અપહરણ નથી તેવી જ રીતે બધા જ કિસ્સામાં સગીરા કે મહિલા પોતાની સંમતિથી જ ગયેલ હોવાનું માની શકાય નહીં.અપરણના બનતા કિસ્સાઓ પૈકી કેટલાક કિસ્સાઓમાં સગીરા અથવા મહિલાઓને અપહરણકાર દ્વારા બ્રેઇનવોસ (માનસિક રીતે મજબૂર બનાવી)અપહરણ કરી જતા હોય છે. પ્રાથમિક જાણકારી મુજબ તાલુકામાં બનતા અપહરણ બનાવોમાં અપહરણ કરવામાં સંડોવાયેલા વ્યક્તિની સમાજમાં છાપ સારી ન હોય અથવા તો લાખો રૂપિયા દહેજ કાઢવાની હેસિયત ન હોય અથવા તો સમાજમાં તેને કોઈ છોકરી આપવા તૈયાર ન હોય તેવા લોકો છેલ્લે અપહરણનુ પગલુ ભરતા હોય છે.જોકે સગીરા હોય અથવા તો પુખ્ત વયની અથવા તો પૌઢ ઉંમરની મહિલાઓ હોય અને તેનું અપહરણ થાય અથવા લગ્ન સંબંધથી ગુનો આચારવામાં આવે તો તે કાયદાકીય રીતે ગુનો બને જ છે તેમાં કોઈ શંકા નથી.

  *મહિલાઓ સંબંધે આઇપીસી વિવિધ ધારાઓમાં સજાની જોગવાઈઓ.*     

 પુખ્ત વયની યુવતીઓના લગ્ન સંબંધી કરવામાં આવતા ગુન્હા સંબંધી કાયદાકીય જોગવાઈઓ કરેલ છે.તેમાં જોઈએ તો આઇ.પી.સી ની કલમ- 493 મુજબ જે સ્ત્રીનું પોતાની સાથે કાયદેસર રીતે લગ્ન થયું ન હોય તેવી સાથે છેતરપિંડી કરીને કોઈ પુરુષ તે સ્ત્રીનું પોતાની સાથે કાયદેસર લગ્ન થયું છે એમ તેને મનાવીને પોતાની સાથે દંપતિ ભાવે રહેવા પ્રેરિત કરે ત્યારે આ આરોપીને દસ વર્ષ સુધીની કેદ અને દંડ ની જોગવાઈ કરવામાં આવેલ છે. જ્યારે આઈપીસી કલમ-494 મુજબ પતિ કે પત્નીની હૈયાતીમાં ફરીથી લગ્ન કરે તો તેને સાત વર્ષ સુધીની સજા અને દંડ,જ્યારે આઈપીસી કલમ-495 મુજબ આગલા લગ્નની હકીકત જે વ્યક્તિ સાથે બીજું લગ્ન કર્યું હોય તેનાથી છુપાવીને ઉપર્યુક્ત ગુન્હો કરવા માં આવે તો તેવા આરોપીને દસ વર્ષ સુધીની કેદ અને સજાની જોગવાઈ કરવામાં આવેલ છે.આઇપીસી કલમ- 496 મુજબ અમુક વિધિથી પોતાનું કાયદેસર રીતે લગ્ન થતું નથી તેવું જાણવા છતાં કોઈ વ્યક્તિએ તેની લગ્ન વિધિ કપટી ઈરાદાથી કરી હોય ત્યારે આરોપીને સાત વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઇનો સમાવેશ કરવામાં આવેલ છે.આઇ.પી.સી કલમ-497 મુજબ પતિ કે પત્ની હયાત હોવા છતાં વ્યભિચારી જીવન જીવવા બદલ પાંચ વર્ષની સજા અથવા દંડની પણ જોગવાઈ કરવામાં આવેલ છે. આઇપીસી કલમ-498 મુજબ પરણેલી સ્ત્રીને ગુનાહિત ઇરાદાથી ભગાડી જવી અથવા લઈ જવી અથવા રોકી રાખવી ના ગુન્હાના આરોપીને બે વર્ષની કેદ અને દંડની સજા થઈ શકે છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!