Friday, 19/04/2024
Dark Mode

કોરોના કાળમાં બંધ પડેલી ટ્રેનો પુનઃ શરૂ થવાની સાથે દાહોદ ખાતેથી સુપરફાસ્ટ ટ્રેનોના સ્ટોપજ બંધ થયાં:રેલ્વે સંબંધી મામલાઓમાં નિષ્ફળ નેતાગીરીથી મુસાફરોમાં રોષની લાગણી…

July 2, 2021
        1042
કોરોના કાળમાં બંધ પડેલી ટ્રેનો પુનઃ શરૂ થવાની સાથે દાહોદ ખાતેથી સુપરફાસ્ટ ટ્રેનોના સ્ટોપજ બંધ થયાં:રેલ્વે સંબંધી મામલાઓમાં નિષ્ફળ નેતાગીરીથી મુસાફરોમાં રોષની લાગણી…

જીગ્નેશ બારીયા :- દાહોદ 

કોરોના કાળમાં બંધ પડેલી ટ્રેનો પુનઃ શરૂ થવાની સાથે દાહોદ ખાતેથી સુપરફાસ્ટ ટ્રેનોના સ્ટોપજ બંધ થયાં:મુસાફરોમાં રોષની લાગણી

દાહોદ ને સ્માર્ટ સિટીમાં સામેલ કરાયા બાદ વધુ ને વધુ ટ્રેનોના સ્ટોપેજ મળવાની જગ્યાએ અપાયેલા સ્ટોપેજ બંધ થતાં આશ્ચર્ય ફેલાયું:  

 વલસાડ દાહોદ ઇન્ટરસિટી ને પણ ગોધરા સુધી શોર્ટ ટર્મિનેટ કરાઈ 

દાહોદ તા.૦૨

#paid pramotion

Contact us :- sunrise public school 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરના રેલ્વે સ્ટેશન ખાતે છેલ્લા બે વર્ષના સમયગાળા દરમ્યાન કોરોના કાળના કારણે ઘણી એવી ટ્રેનો છે જે હાલ પણ બંધ અને સ્ટોપેજ ન મળતાં મુસાફરોને ભારે હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને, હાલ જ્યારે મુંબઈ સેન્ટ્રલ – હજરત નિઝામુદ્દીન – મુંબઈ સેન્ટ્રલ અગસ્ત ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ ટ્રેન, ગુવાહાટી – ઓખા સ્પેશીયલ એક્સપ્રેસ ટ્રેન અને કામાખ્યા ગાંધીધામ સ્પેશીયલ

એક્સપ્રેસ આ ત્રણ ટ્રેનો ફરી શરૂં કરવામાં આવી છે પરંતુ આ ત્રણ ટ્રેનોનું દાહોદમાં સ્ટોપેજ ન મળતાં મુસાફરોનામાં તેમજ જિલ્લાવાસીઓમાં નારાજગી પણ જાેવા મળી છે. અગાઉ આ ત્રણેય ટ્રેનો જ્યારે શરૂં કરવામાં આવી હતી ત્યારે દાહોદ રેલ્વે સ્ટેશને તેનું સ્ટોપેજ હતું પરંતું

ppp

કોરોનાકાળમાં આ ટ્રેનો બંધ રહેતાં આ ટ્રેનો બંધ રહી હતી અને હાલ જ્યારે પુનઃ આ ત્રણેય ટ્રેનો શરૂં થતાં પરંતુ દાહોદ રેલ્વે સ્ટેશને આ ત્રણેય ટ્રેનોને સ્ટોપેજ ન મળતાં લોકોમાં નારાજગી સહિત મુસાફરીમાં અગવડતાં ઉભી થઈ રહી છે તેવીજ રીતે દાહોદ જિલ્લાવાસીઓની જીવાદોરી સમાન એવી વસાલડ – દાહોદ ઈન્ટરસીટી ટ્રેનનું પણ દાહોદમાં સ્ટોપેજ ન મળતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કામાખ્યા ગાંધીધામ સાપ્તાહિક સ્પેશીયલ એક્સપ્રેસ ટ્રેનનો પુનઃ આરંભ તારીખ ૩૦મી જુનના રોજથી કરવામાં આવ્યો છે. ગુવાહાટી ઓખા સ્પેશીયલ એક્સપ્રેસ ટ્રેનનો તારીખ ૦૫મી જુલાઈના રોજથી આરંભ થનાર છે અને મુંબઈ સેન્ટ્રલ – હજરત નિઝામુદ્દીન અગસ્ત ક્રાંતિ રાજધાની સ્પેશીયલ એક્સપ્રેસ ટ્રેનનો તારીખ ૦૩ જુલાઈથી પ્રારંભ થઈ આ ત્રણેય ટ્રેનો પુનઃ શરૂં કરવામાં આવી છે. અહીં મોટો પ્રશ્ન એ છે કે, આ ત્રણેય ટ્રેનોનું સ્ટોપેજ જે તે સમયે આ ટ્રેનો શરૂં કરવામાં આવી હતી તે સમયે ઉપરોક્ત ત્રણેય ટ્રેનોનું સ્ટોપેજ દાહોદ રેલ્વે સ્ટેશને આપવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષના સમયગાળા દરમ્યાન કોરોના કાળના કારણે આ ટ્રેનો બંધ રહી હતી જ્યારે હાલ પુનઃ આ ટ્રેનો ફરી શરૂં થઈ છે પરંતુ દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજથી વંચિત રહેતાં લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે. આ ટ્રેનોનો જે તે સમયે પ્રારંભ કરવામાં આવ્યો હતો તે સમયે દાહોદ સ્ટોપેજ મળ્યું હતું અને તે સમયે દાહોદના રાજકીય પક્ષો દ્વારા આ ટ્રેનોનું દાહોદ રેલ્વે સ્ટેશને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું પરંતુ જ્યારે હવે આ ટ્રેનો પુનઃ શરૂં થતાં અને દાહોદને સ્ટોપેજથી વંચિત રહેતાં રાજકીય પક્ષો આ ટ્રેનોને પુનઃ દાહોદ ખાતે લાવવા પ્રયાસો કરે તેવી લાગણી અને માંગણી પણ ઉઠવા પામી છે તેવીજ રીતે દાહોદ જિલ્લાવાસીઓની જીવાદોરી સમાન એવી વલસાડ – દાહોદ ઈન્ટરસીટી માત્ર ગોધરા સુધી જ સ્ટોપેજ મળ્યું છે અને દાહોદ સુધી આ ટ્રેન ન આવતાં મુસાફરો ભારે અગવડતા અનુભવી રહ્યાં છે. આ ટ્રેનને પણ રાબેતા મુજબ દાહોદ સુધી પહોંચાડવામાં આવે તેવી લાગણી અને માંગણી પણ દાહોદ જિલ્લાના મુસાફરોમાં ઉઠવા પામી છે. મોટા ભાગની ટ્રેનો હાલ કોરોના કાળને કારણે પુનઃ શરૂં કરવામાં આવી નથી અને જેટલી ટ્રેનો પુનઃ શરૂં કરવામાં આવી છે તેનું સ્ટોપેજ દાહોદને ન મળતાં લોકોમાં નારાજગી વ્યાપી છે. લોકોને ગોધરા, બરોડા, રતલામ જેવા દુર સ્ટેશનો સુધી લાંબા રૂટથી પસાર થવું પડી રહ્યું છે. આવા સમયે દાહોદ રાજકીય રેલ્વે સંબંધિતો દ્વારા રજુઆત કરવામાં આવે આવી ટ્રેનો પુનઃ શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

 

———————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!