Sunday, 06/07/2025
Dark Mode

સંજેલીમાં દારૂબંધી કાગળ ઉપર…સંજેલી તાલુકા સેવાસદન કચેરીમાં વિદેશી દારૂની બોટલો જોવા મળતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું…

July 2, 2021
        790
સંજેલીમાં દારૂબંધી કાગળ ઉપર…સંજેલી તાલુકા સેવાસદન કચેરીમાં વિદેશી દારૂની બોટલો જોવા મળતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું…

જીગ્નેશ બારીયા દાહોદ/કપિલ સાધુ :- સંજેલી 

સંજેલીમાં દારૂબંધી કાગળ ઉપર…સંજેલી તાલુકા સેવાસદન કચેરીમાં વિદેશી દારૂની બોટલો જોવા મળતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું 

કચેરીમાં સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ મિટિંગના બહાને દારૂની મહેફિલ જામતી હોવાના સ્થાનિકોના આક્ષેપો 

દાહોદ તા.૦૨

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની તાલુકા સેવા સદન સંજેલીની કચેરીમાં જાણે દારૂની રેલમઝેલ થઈ રહી છે. આ કચેરીના શૌચાલયની બાજુમાં દારૂની ખાલી બોટલો નજરે પડી છે. દારૂની ખાલી બોટલો નજરે પડતાં કચેરી ખાતે કામ અર્થે આવતાં જતાં લોકોમાં અનેક ચર્ચાઓએ જાેર પકડ્યું છે ત્યારે ખુદ સરકારી બાબુઓની નજર રહેમ હેઠળ સરકારી કચેરીઓમાંજ દારૂની રેલમઝેલ થતી હોય તો બુટલેગરોને તો જાણે ખુલ્લુ મેદાન જ મળી જશે બીજી તરફ આ સરકારી કચેરીમાં દારૂની મીજબાની શું સ્થાનીક પોલીસ તંત્રની નાકામી ભરી કામગીરી દર્શાવેલ છે કે, પછી પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતાં હશે? તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સંજેલી તાલુકામાં પણ મોટા પાયે વિદેશી દારૂનો વેપલો અને વિદેશી દારૂની હેરાફરી સહિત ગેરકાયદે પ્રવૃતિ પોલીસની નજર રહેમ હેઠળ થતી હોવાની સંજેલીવાસીઓમાં ભારે ચર્ચાઓ જાેર પકડ્યું છે.

ગાંધીના ગુજરતામાં આમ તો વિદેશી દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ છે પરંતુ જાે માનવામાં આવે તો આજ ગાંધીના ગુજરાતમાં આખા દેશ કરતાં સૌ વધુ વિદેશી દારૂ ઠલવાતો હોય તેમ લાગી રહ્યું છે. પ્રતિબંધો સહિત અનેક કાયદા અને કાનુનનું ગાંધીના ગુજરાતમાં છડેચોક ઉલ્લઘંન તો અવાર નવાર થતું જ રહે છે. હાલ ગઈકાલેજ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા વન અભયારણ્ય વિસ્તારમાં સમાવેશ શિવરાજપુર રેન્જના ઝીમીરા રિસોર્ટ શરાબ શબાબ અને કબાબની હાઈ પ્રોફાઈલ પાર્ટી માટે આવેલા ખેડા જિલ્લાના માતરના ભા.જ.પ. ધારાસભ્ય કિરીટસિંહ સોલંકી સહિત અન્ય લોકો શરાબ, શબાબ અને કબાબની પાર્ટી પર પંચમહાલ પોલીસ તંત્રના આક્રમક તેવરોમાં અસામાજીક પ્રવૃત્તિઓમાં સામે હાથ ધરાયેલ ઝુંબેશમાં ધારાસભ્ય સહિત શરાબ શબાબ અને કબાબની કોકટેલ પાર્ટીમાં માતરના ભા.જ.પ.ના ધારાસભ્ય કેસરસિંહ સોલંકી સહિત ૩૦ જેટલા શોખીનોને પંચમહાલ પોલીસે ઝડપી પાડતા ગુજરાત સત્તાધારી ભા.જ.પ.ના રાજકરણમાં ભારે ભૂકંપ સર્જાયો છે. દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલ જિલ્લો છે અને તેમાંય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં મોટાપાયે વિદેશી દારૂ ઢલવાતો હોવાની છડેચોક બુમો ઉઠે છે. ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનું એપી સેન્ટર એટલે દાહોદ જિલ્લો. મોટાભાગે દાહોદ જિલ્લામાંથી જ વિદેશી દારૂ ઘુસાડવાનું બુટલેગરો તેમજ હેરાફેરી કરતાં તત્વોને મોકળું મેદાન મળે છે.

વાત કરીએ આપણે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના તાલુકા સેવા સદન કચેરીની. અહીં આજે એક અલગજ નજારો જાેવા મળ્યો છે. આ કચેરીના શૌચાલયની બાજુમાં વિદેશી દારૂની તેમજ બીયરની ખાલી બોટલો મળી આવી છે. સંજેલી તાલુકાની મામલતદાર કચેરીના બીજા માળે સીટી સર્વે ઓફિસની બાજુમાં આવેલ જાહેર શૌચાલયમાં એક જાગૃત નાગરિક શૌચાલય કરવા ગયાં હતાં જ્યાં આ વિદેશી દારૂની ખાલી બોટલો નજરે પડતાં તેમજ આ કચેરીમાં કામકામ અર્થે આવતાં અન્ય લોકોની નજરોમાં પણ આ ખાલી બોટલો નજરે પડતાં કચેરીના કામકાજ પર અને કચેરીના જવાબદાર કર્મચારીઓ પણ અનેક સવાલો ઉભા થયાં છે બીજી તરફ સંજેલી તાલુકાની પોલીસની નજર રહેમ હેઠળ આમ પણ સંજેલીમાં વિદેશી દારૂની હાટડીઓ ખુલ્લેઆમ ધમધમી રહી જ છે. હપ્તાગીરીના માહોલ વચ્ચે બુટલેગરો બેફામ બની રહ્યાં છે તેવી અનેક ચર્ચઓ પણ સંજેલી નગરવાસીઓમાં થવા માંડી છે ત્યારે આજના આ નજરાને પગલે શું પોલીસ તંત્ર સફાળે જાેગી બુટલેગરો પર લગામ કશશે કે, પછી જૈસે થે, વૈસે.. ની પરિસ્થિતીમાંજ રહી કામગીરી કરશે? તે જાેવાનું રહ્યું.

————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!