Thursday, 25/04/2024
Dark Mode

પસેન્જર ટ્રેનો અનલોક તરફ…. દાહોદ:કોરોના કાળમાં બંધ પડેલી નાના તેમજ મધ્યમ વર્ગ માટે લાઈફ લાઈન ગણાતી વધુ એક પસેન્જર ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો

July 2, 2021
        1797
પસેન્જર ટ્રેનો અનલોક તરફ….  દાહોદ:કોરોના કાળમાં બંધ પડેલી નાના તેમજ મધ્યમ વર્ગ માટે લાઈફ લાઈન ગણાતી વધુ એક પસેન્જર ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો

જીગ્નેશ બારીયા :- દાહોદ 

પસેન્જર ટ્રેનો અનલોક તરફ….

દાહોદ:કોરોના કાળમાં બંધ પડેલી નાના તેમજ મધ્યમ વર્ગ માટે લાઈફ લાઈન ગણાતી વધુ એક પસેન્જર ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો

કોરોના કાળમાં લગભગ દોઢ વર્ષ બાદ રેલવે તંત્ર તબક્કાવાર પસેન્જર ટ્રેનો શરૂ કરવા પ્રયાસ રત થયો.

આ ટ્રેનમાં મેલ એક્સપ્રેસનો ભાડુ વસુલવામાં આવશે 

દાહોદ તા.૦૨

#Paid pramotion

Contact us :- sunrise public school 

કોરોના વૈશ્વિક મહામારીમાં બંધ પડેલી કોટા વડોદરા કોટા ફરી આજથી શરૂં કરાતાં લોકોને મુસાફરીમાં વધુ એક સુવિધા મળવા પાત્ર રહેશે. આ ટ્રેનને દાહોદમાં પણ સ્ટોપેજ મળતાં લોકોમાં ખુશીનો માહોલ પણ જાેવા મળ્યો હતો.

આજે તારીખ ૦૨ જુલાઈથી કોરોના કાળમાં બંધ પડેલી કોટા – વડોદરા – કોટા ટ્રેન પુનઃ શરૂં થઈ છે. જાણવા મળ્યાં અનુસાર, આ ટ્રેન અનારક્ષિત રૂપમાં મેલ/એક્સપ્રેસ ભાડા સાથે ચલાવવામાં આવનાર છે. આજથી શરૂં થનાર આ ટ્રેન કોટાથી સવારે ૧૦.૪૦ કલાકે ઉપડી નાગદા, ખાચરોદ,

રૂનખેડા, બાંગરોદ, રતલામ, બિલડી, રાવટી, ભેરોગઝઢ, બામણીયા, અમરગઢ, બોરડી અને દાહોદ રેલ્વે સ્ટેશન પર રાત્રીના ૦૮.૫૫ કલાકે આગમન થશે અને રાત્રીના ૦૯.૦૦ કલાકે ઉપડી રેટીયા, જેકોટ, મંગળલ મહુડી, લીમખેડા, પીપલોદ, સંતરોડ, ચંચેલાવ, કાનસુધી થઈ પરત કોટા જવા રવાના થઈ અને અને રસ્તામાં ઉપરોક્ત રેલ્વે સ્ટોપેજાે પર પણ આ ટ્રેનન રોકાણ રોકાશે. આમ, કોરોના કાળમાં બંધ પડેલ આ ટ્રેન પુનઃ શરૂં થતાં મુસાફરોની મુસાફરીમાં વધુ એક સહુલીયત મળવાપાત્ર રહેશે.

————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!