બાબુ સોલંકી :- સુખસર
*શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬-દાહોદ*
*રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં ફતેપુરા તાલુકાની વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર કરાઈ ઉજવણી*
સુખસર,તા.૨૩
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાએ ફતેપુરા તાલુકાના ગઢરા, પીપલારા અને પાટવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ આંગણવાડી, બાલવાટિકામાં કુલ ૩૯ અને ધોરણ – ૧ માં ૩૪ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં આવકાર્યા હતા.
*====================================*

Himalay Household Products
હવે દાહોદમાં ઉપલબ્ધ! 🌟
તમારા ઘર માટે જરૂરી તમામ ગુણવત્તાયુક્ત Household Products હવે એક જ સ્થળે.
✅ Wholesale ઉપલબ્ધ
✅ Retail ઉપલબ્ધ
✅ શ્રેષ્ઠ ગુણવત્તા અને વાજબી ભાવ
તમારી કોઈપણ જરૂરિયાત માટે આજે જ સંપર્ક કરો.
📞 Contact Person: Hardik Bhai
📱 7383238013
📱 9316419092
📍 દાહોદ
ગુણવત્તાનો વિશ્વાસ, તમારી સેવામાં હંમેશા તૈયાર!
*==================================*

આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, તેનું ભવિષ્ય ઉજ્જવળ બને અને તેનો સર્વાંગી વિકાસ થાય એ માટે સરકાર દ્વારા આ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. . આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે.
નવી પેઢી શિક્ષણના માધ્યમથી આત્મનિર્ભર બને અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે માટે દરેક બાળક અભ્યાસ કરી આગળ વધે એ જરૂરી છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા અને પરિવાર બંનેની સમાન જવાબદારી છે. દરેક બાળક નિયમિત રીતે શાળાએ આવે, અભ્યાસ પ્રત્યે રસ કેળવે અને પોતાના સપનાઓને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહે તે માટે વાલીઓએ પણ સક્રિય સહભાગી બનવું જોઈએ.
આ કાર્યક્રમ દરમિયાન નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ગઢરા, પીપલારા અને પાટવેલ પ્રાથમિક શાળામાં બાલવાટિકાના કુલ ૩૯ બાળકો અને ધોરણ – ૧ માં કુલ ૩૪ જેટલા બાળકોનો મંત્રીશ્રીએ પ્રવેશ કરાવ્યો હતોઆ તમામ શાળાઓમાં પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોએ વૃક્ષોનું વાવેતર કરી હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણ માટે સૌને પ્રેરિત કર્યા હતા.
*====================================*
