Friday, 29/03/2024
Dark Mode

દાહોદ સેશન્સ કોર્ટનો હુકમ:13 હજાર ઉપરાંતની લાંચ કેસમાં ફસાયેલાં ધાવડિયાના તલાટીની જામીન નામંજૂર..!! 

July 2, 2021
        979
દાહોદ સેશન્સ કોર્ટનો હુકમ:13 હજાર ઉપરાંતની લાંચ કેસમાં ફસાયેલાં ધાવડિયાના તલાટીની જામીન નામંજૂર..!! 

જીગ્નેશ બારીયા :- દાહોદ  

દાહોદ સેશન્સ કોર્ટનો હુકમ:13 હજાર ઉપરાંતની લાંચ કેસમાં ફસાયેલાં ધાવડિયાના તલાટીની જામીન નામંજૂર 

દાહોદ તા.૦૨

દાહોદ જિલ્લાના ધાવડીયા ગામે કેટલાંક દિવસો પુર્વેક ધાવડીયા ગામનો તલાટી કમ મંત્રી રૂા.૧૩,૫૦૦ હજારની લાંચમાં દાહોદ એસ.સી.બી. પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયાં બાદ પોલીસે આરોપી તલાટી કમ કમંત્રીને દાહોદની નામદાર સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો

અને આ દરમ્યાન તેને પોતાના જામીન માટે અરજી કરતાં કોર્ટે વકીલોની દલીલને ગ્રાહ્ય રાખી આરોપી તલાટી કમ મંત્રીના જામીન નામંજુર કરતો હુકમ કરતાં કોર્ટ સંકુલ સહિત જિલ્લાની ગ્રામ પંચાયતના તલાટી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

#paid pramotion

Contact us :- sunrise public school 

 

એનઆરજી યોજના હેઠળ વિવિધ નવીન કામોની કુલ – ૧૮ ફાઈલોમાં સહી સિક્કા કરી આપવા માટે ઝાલોદ તાલુકાના ધાવડીયા ગ્રામ પંચાયતના તલાટી કમ કમંત્રી અલ્પેશકુમાર પનાલાલ પ્રજાપતિએ એક જાગૃત નાગરિક પાસે ફાઈલ દીઠ રૂા.પ૦૦ની લાંચની માંગણી કરી હતી તેમજ અગાઉ સહી સિક્ક કરેલ તેના બાકી રહેલ રૂા.૬૦૦૦ એમ મળી કુલ રૂા.૧૩,પ૦૦ની માંગણી માંગણી કરી હતી

જે લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતો ન હોવાને કારણે તેણે એસીબી અમદાવાદની વડી કચેરીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરી એસીબી પો.સ્ટે.દાહોદ ખાતે આરોપી વિરૂધ્ધમાં ફરીયાદ આપતાં જાગૃત નાગરિકની ફરિયાદના આધારે દાહોદ એસ.સી.બી. પોલીસે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી તલાટી કમ કમંત્રી અલ્પેશકુમાર પનાલાલ પ્રજાપતિ જાૃત નાગરિક પાસેથી પાસેથી રૂા.૧૩,પ૦૦ની લાંચ લેતા ઝડપાઈ જતાં જે તે સમયે દાહોદ જિલ્લાની ગ્રામ પંચાયત આલમના સરપંચ

મંડળ અને તલાટી મંડળમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામી હતી. આરોપી તલાટી કમ કમંત્રી અલ્પેશકુમાર પનાલાલ પ્રજાપતિ વિરૂધ્ધમાં દાહોદ એસીબી પો.સ્ટે.ગુ.ર.નં.૦ર/ર૦ર૧ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ના (સુધારો-ર૦૧૮)ની કલમ -૭(એ), ૧૩(૧)(બી), તથા ૧૩(ર) મુજબનો ગુનો દાખલ પણ થયો હતો. 

આરોપી અલ્પેશકુમાર પનાલાલ પ્રજાપતિએ નામદાર સેશન્સ કોર્ટ, દાહોદ ખાતે રેગ્યુલર જામીન મેળવવા જામીન અરજી દાખલ કરેલ હતી જેમાં તપાસ કરનાર અધિકારી દ્વારા સોગંધનામુ ફાઈલ કરતાં તેમજ આરોપી વિરૂધ્ધના દસ્તાવેજી પુરાવા, મોૈખિક પુરાવા, ટેકનિકલ પુરાવાઓને ધ્યાને લઈ તથા સરકારી વકીલ પી પી જૈનની ધારદાર દલીલો ધ્યાને લઈ આરોપીની રેગ્યુલર જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટ, દાહોદ નાઓએ આરોપી તલાટી કમ મંત્રી અલ્પેશકુમાર પનાલાલ પ્રજાપતિની જામીન અરજી નામંજુર કરતાં લોભીયા તલાટી કમ મંત્રી આલમમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી.

———————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!