
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા નાયબ મામલતદાર એન આર પારગી વય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો
નાયબ કલેકટર એસ ડી ચૌધરી ને અધ્યક્ષતામાં વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો
ફતેપુરા તા.01
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા એન આર પારગી વય નિવૃત થતા નાયબ કલેકટર એસ ડી ચૌધરી નીઅધ્યક્ષતામાં વય નિવૃત્તિ વિદાય સંભારમ યોજવામાં આવ્યો હતો જેમાં મામલતદાર પી એન પરમાર નાયબ
મામલતદાર શ્રી ઓ તેમજ મામલતદાર કચેરીના કર્મચારીગણ તલાટી કમ મંત્રી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના મેનેજર શ્રીઓ તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા નિવૃત થતા નાયબ મામલતદાર એન આર પારગી ને ફુલહાર પહેરાવી મોમેન્ટ
આપી શાલ ઓઢાળી અને શ્રીફળ આપી તેમના કાર્યકાલ સમય દરમ્યાન કરેલ સેવાઓને બિરદાવી જ્યારે પણ કચેરીને તેઓની સેવા ની જરૂર પડે માર્ગદર્શનની જરૂર પડે આપવા માટે અપીલ કરવામાં આવેલ હતી વિદાય થયેલ નાયબ મામલતદાર પારગી ફતેપુરા મામલતદાર તરીકે ઇન્ચાર્જ મામલતદાર તરીકે પણ સેવાઓ આપેલ હતી તેમજ તેઓ મામલતદાર કચેરીમાં પુરવઠા શાખા ઈ-ધરા મહેસૂલ શાખા તેમજ મધ્યાન ભોજન શાખા માં નાયબ મામલતદાર તરીકે ખુબજ સુદર સેવા આપી હતી તેમજ કચેરીના કામકાજ અર્થે આવતા અરજદારોને જરૂરી પૂરતું માર્ગદર્શન આપતા હતા ઈન્ચાર્જ મામલતદાર તરીકે 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને જિલ્લા કક્ષાની ઉજવણી ફતેપુરા નગરમાં રાજ્યકક્ષાના મંત્રીને ઉપસ્થિતિમાં થઈ હતી હતી તે સમય દરમિયાન પણ ખુબજ સારી વ્યવસ્થા ઉભી કરેલ હતી વય નિવૃત્ત થતા નાયબ મામલતદાર એન આર પારગી ઉદભોષણ દરમિયાન ખુબ જ ભાવુક થઈ સ્ટેજ પર રડી પડ્યા હતા.