વસાવે રાજેશ દાહોદ
દાહોદ નગરપાલિકાની સામાન્ય સભામાં ચેરમેનોની વરણીના સંકેત..
દાહોદ નગરપાલિકાની સામાન્ય સભામાં અંદાજિત 17 જેટલા સભ્યો ચેરમેન પદે નિયુક્ત કરાશે..
દાહોદ નગરપાલિકામાં આજે યોજાનારી સામાન્ય સભામાં 17 સભ્યોની ચેરમેન પદે પસંદગી કરાશે..
દાહોદ નગરપાલિકામાં આજરોજ સામાન્ય સભા યોજાવાની છે.આ સામાન્ય સભામાં વિવિધ ચેરમેનોના પદો કેટલાય સમયથી ખાલી પડેલી હતી.તેમાં હવે પાલિકાના મહિલા પ્રમુખની પહેલી ટર્મની મુદ્દત પણ હવે પૂર્ણ થવામાં 5 મહિના જેટલો સમય બાકી છે.ત્યારે પ્રમુખની રેસમાં કેટલાક સભ્યો છેક કમલમ સુધી પહોંચી ચોખટ ચુમી રહ્યા છે.તો કેટલાક સભ્યોને તાબામાં રાખવા માટે અત્યારથી સોગઠા ગોઠવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે પાલિકાની સામાન્ય સભામાં ચેરમેનશીપની વહેંચણી કરવાની જાહેરાત છે.જોકે ચૂંટાયેલા સભ્યો દ્વારા મલાઈદાર ખાતું મેળવવા માટે તલ પાપડ થઈ રહ્યા છે. તો કેટલાક સભ્યોમાં અંદરો અંદરનો ગજગ્રાહ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે.તેવા સંજોગામાં 34 ભાજપના સત્તા પક્ષના સુધરાઈ સભ્યોમાંથી કોણે કોણે ચેરમેનનું પદ અપાય છે. તે જોવું રહ્યું પરંતુ પાલિકા પ્રમુખનું પદ લેવા માટે અને ચેરમેનના પદ લેવા માટે નેતાઓ સુધી ચૂંટાયેલા સભ્યો ગોડફાદારોના શરણે જઈ ચોખટ ચુમી રહ્યા છે.તેવો ઉત્સાહ પાલિકાના સભ્યોમાં જોવા મળી રહ્યો નથી ત્યારે પાછળા મહિનાઓની વાત કરવામાં આવેતો 2021ના ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય હતી. જેમાં દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માંથી બીન હરીફ રીતે ચૂંટાઈને આવેલા રીનાબેન પંચાલ ઓબીસી સમાજમાંથી આવતા હોય અને 2021 ની પાલિકાની ચૂંટણીમાં પ્રમુખની સીટ ઓબીસી અનામત માટે હોવાથી ભાજપ દ્રારા મોવડી મંડળમાં રીનાબેન પંચાલની પસંદગી કરવામાં આવી હતી જેમાં રીનાબેન પંચાલનું કાર્યકાળ પ્રમુખ પદે શરૂ થયું હતું અને તેના પણ ઘણા સમય પછી પાલિકાના સત્તા પક્ષના સભ્યોને ચેરમેન પદ અપાયું હતું જેમાં તેમના પ્રમુખના કાર્યકાળ દરમિયાન પાલિકામાં ઘણા ઉતાર ચડાવ પણ જોવા મળ્યા હતા કેટલાક વિખવાદ અને વિવાદો પણ સભ્યોમાં જોવા મળ્યા હતા જેમાં વોર્ડ નંબર 3 માંથી કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાઈને આવેલા 3 સભ્યો ભાજપમાં ભળી જવાથી તેમના માંથી પણ ચેરમેન પદે પસંદગી કરાશે કે કેમ? તે સવાલો પણ ઉઠવા પામ્યા હતા જયારે હવે દાહોદમાં ઠેર-ઠેર લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે કે પ્રમુખના અઢી વર્ષનો કાર્યકાળ પૂરો થવાની આરે છે ત્યારે હવે ફરીથી પાલિકાના સત્તા પક્ષના 17 સભ્યોને ચેરમેન પદે બિરાજમાન કરાશે ત્યારે પાલિકાની આ જાહેરાતને લઈને 15મી એપ્રિલે યોજાનારી સામાન્ય સભામાં સત્તા પક્ષના ચેરમેન બનનારા 17 સભ્યોના મોઢે ખુશીની મહેક ઉઠવા પામે છે કે નહિ તે જોવું રહ્યું જેમાં જાણવા મળ્યા મુજબ મળનારી સામાન્ય સભામાં 5 જુના અને 12 નવા ચહેરાઓની ચેરમેન પદે પસંદગી કરાશે. તેમાં કોઈ બેમત નથી.