
રાહુલ ગારી ગરબાડા
ગરબાડામાં ઘરના આંગણામાં રમતા રમતા ત્રણ વર્ષીય બાળક પાણીની ટાંકીમાં પડી જતા મોતને ભેટ્યો…
રમતા રમતા બાળક ઘરની બહાર પાણીની ટાંકીમાં પડ્યું
તારીખ : ૧૨ એપ્રિલ
ગરબાડા નગર માં હનુમાન મંદિર પાછળ ત્રણ વર્ષીય બાળક પાણીની ટાંકીમાં પડી જતા બાળકનું મોત નિપજ્યું હતું મળતી વિગતો અનુસાર આજે તારીખ : ૧૨ એપ્રિલનાં રોજ વહેલી સવારે ગરબાડા હનુમાન મંદિર પાછળ રહેતા અને પકોડીનો ધંધો કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા ઘનશ્યામભાઈ શરમળભાઈ કુશવા ની છોકરી ખુશ્બુબેન નું ત્રણ વર્ષીય બાળક અનુરાગ જે વહેલી સવારે રમતા રમતા વહેલી સવારે રમતા રમતા ઘરની બહાર ખુલ્લી પાણીની ટાંકીમાં પડી જતા બાળકનું મોત નીપજ્યું હતું પાણીની ટાંકીમાં બાળક પડી જતા બાળકનું મોત થતા પરિવારમાં શોખનું મોજુ ફળિયું હતું જે બાબતની જાણ પરિવારના લોકોને પોલીસને કરતા પોલીસે બાળકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટ મટન અર્થે મોકલી અકસ્માત નો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
.