Thursday, 16/01/2025
Dark Mode

દાહોદ જિલ્લો કોરોનાની નાગચૂડમાં:સતત સાતમા દિવસે કોરોનાના કેસોએ સદી નોંધાવી: આજે વધુ 115 નવા કેસોના ઉમેરા સાથે કોરોના સંક્રમણ બેકાબુ:આજે વધુ 7 લોકો કાળના ખપ્પરમાં હોમાયા

દાહોદ જિલ્લો કોરોનાની નાગચૂડમાં:સતત સાતમા દિવસે કોરોનાના કેસોએ સદી નોંધાવી: આજે વધુ 115 નવા કેસોના ઉમેરા સાથે કોરોના સંક્રમણ બેકાબુ:આજે વધુ 7 લોકો કાળના ખપ્પરમાં હોમાયા

 રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ જિલ્લો કોરોનાની નાગચૂડમાં:સતત સાતમા દિવસે કોરોનાના કેસોએ સદી નોંધાવી:
  • આજે વધુ 115 નવા કેસોના ઉમેરા સાથે કોરોના સંક્રમણ બેકાબુ:આજે વધુ 7 લોકો કાળના ખપ્પરમાં હોમાયા
  • દાહોદ જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં 859 થી વધુ કોરોનાના કેસો નોંધાતા ખળભળાટની સાથે ફફડાટ ફેલાયો
  • દાહોદ જિલ્લામાં છેલ્લા 10 દિવસ કરતા વધુ સમયથી સાગમાટે વધતા જતા કોરોનાના કેસોએ વહીવટી તંત્રની સાથે આરોગ્ય તંત્રની ચિંતા વધારી 

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૧૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૧૧૫ પૈકી દાહોદ અર્બન વિસ્તારમાંથી ૨૫ કેસો સૌથી વધુ સમાવેશ થયો છે. દાહોદ ગ્રામ્ય વિસ્તાર સાથે સાથે હવે કોરોનાથે ફરીવાર શહેરી વિસ્તારોમાં માથુ ઉચક્યું છે. દાહોદ શહેરી વિસ્તારમાં છેલ્લા એક – બે દિવસથી કોરોનાના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે જે ચિંતાનો વિષય સમાન છે. આજે કોરોનાથી વધુ ૦૭ લોકોએ જીવ ગુમાવ્યાં છે પરંતુ દાહોદના સ્મશાન ગૃહમાં રોજેરોજ આના કરતાં પણ વધારો મૃતદેહોની કોરોના ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે.

આર.ટી.પી.સી.આર.ના ૧૨૨૨ પૈકી ૬૬ અને રેપીટ ટેસ્ટના ૧૭૮૨ પૈકી ૪૯ મળી આજે કુલ ૧૧૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૧૧૫ પૈકી દાહોદ અર્બનમાંથી ૨૫, દાહોદ ગ્રામ્યમાંથી ૧૩, ઝાલોદ અર્બનમાંથી ૦૭, ઝાલોદ ગ્રામ્યમાંથી ૧૪, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૩, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૧૫, લીમખેડામાંથી ૦૮, સીંગવડમાંથી ૦૨, ગરબાડામાંથી ૧૪, ધાનપુરમાંથી ૦૨, ફતેપુરામાંથી ૦૭ અને સંજેલીમાંથી ૦૫ કેસ નોંધાયાં છે. આજે વધુ ૦૭ કોરોના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવતાં કુલ મૃત્યુઆંક ૨૦૯ને પાર કરી ગયો છે. વધતાં કેસોની સામે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો થતો જાેવા મળી રહ્યો છે. દાહોદની સરકારી હોસ્પિટલોથી લઈ ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે. દાહોદ જિલ્લામાં એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૭૬૯ ને પાર કરી ચુકી છે. દાહોદ જિલ્લામાં કોરોનાના કુલ કેસો વધીને કુલ ૪૬૮૦ને પાર કરી ચુંકી છે.

———————————-

error: Content is protected !!