કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકાના કેસરપુર નદીના પુલથી નવાગામ સુધીનો બનતા ડામર રસ્તાનું કામ મંથરગતીથી ચાલતા વાહન ચાલકોને હાલાકી…
સીંગવડ તા.05
સિંગવડ તાલુકાના કેસરપુર હડફ નદીના પુલથી રોડને પોળો કરી બનાવવાનું કામ દિવાળી પહેલાથી ચાલુ કરવામાં આવ્યું છે તો તે આજ દિન સુધી બનવામાં નહીં આવતા આ રસ્તા નું કામ મંદ ગતિથી કામ ચાલતું હોવાના લીધે ત્યાંથી નીકળતા વાહન ચાલકોને તકલીફો પડતી હોય જ્યારે આ ડામોર રસ્તો 10 થી 12 km હોય અને તેને પહોળો કરીને બનાવવાનું કામ દિવાળી પહેલાથી ચાલુ કરી દેવામાં આવ્યું છે જે આજ દિન સુધી બનાવવામાં આવ્યો નથી જ્યારે રસ્તા પરથી વાઘનાળા ખુદરા લીંબોદર પતંગડી નવાગામ મોજરી થઈ મોરવા હડપ તાલુકાના ડાંગરિયા ચોકડી ને મળતો રોડ હોય જ્યારે આ રસ્તા ના આઠ જેટલા નાળા બનાવવાના હોય તેમાં ખાલી કોન્ટ્રાક્ટર દ્વારા ત્રણથી ચાર નાળા બનાવવામાં આવ્યા છે જ્યારે આ રસ્તાને પહોળો પણ કરવામાં આવવાનું હોય પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા નું કામ મંદગતિથી કરતા હોવાના લીધે આ રસ્તો ચોમાસા સુધી પણ તૈયાર થઈ નહીં રહે તેમ લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે રસ્તામાં જે પૂરણ કરવામાં આવી છે તે પણ બરોબર પૂર્ણ કરવામાં નહીં આવતા આ રસ્તા નું કામ તકલાદી બનશે તેમ લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે આ રસ્તા પર હજુ માટી મેટ નું કામ ચાલી રહ્યું છે તો આ રસ્તા ઉપર ડામર રસ્તો ક્યારેય બનશે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે આ રસ્તો કેસરપુર થી નવાગામ સુધી બનાવવાનું હોય તો આ રસ્તાને ફટાફટ પહોળો કરીને બનાવવામાં આવે તો આ આવતા જતા વાહન ચાલકોને તકલીફ નહીં ઉઠાવી પડે જ્યારે આ ડામર રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિથી ચાલતા ડામર રોડને ફટાફટ બનાવવામાં આવે તેવી લોકોની માંગ છે જ્યારે આ ડામર રસ્તા માટે લાગતા વળગતા સરકારી તંત્રના રહેમ નજર હેઠળ ચાલી રહી છે.