
વસાવે રાજેશ દાહોદ
સરકારી ઇજનેરી કોલેજ ખાતે સિવિલ સર્વિસીસની તૈયારી માટેનો માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો
વુમન્સ ડેવલપમેન્ટ સેલ, સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ દ્વારા સિવિલ સર્વિસ અવેરનેશ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી દ્વારા સિવિલ સર્વિસ વિશેની માહિતી આપવામાં આવી હતી. ડીડીઓ સુશ્રી નેહા કુમારીએ સિવિલ સર્વિસ માટેની તૈયારી કરવા માટે પોતાના અનુભવો અને ઝળહળતી સફળતા મેળવવા માટેની ટીપ્સ વિદ્યાર્થીઓને આપી હતી. તેઓએ વિદ્યાર્થીઓને વધુમાં વધુ જીપીએસસી અને યુપીએસસી આપે તે માટેની પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે તેઓના હસ્તે પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ કોમલ ગુપ્તા, સેરેબાનુ કથીરીયા, યશ્વી ખંડેલવાલ અને આર્યા શુક્લાને સર્ટિફિકેટથી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમનું આયોજન વુમન્સ ડેવલપમેન્ટ સેલના કોઓર્ડિનેટર ડો. પરેશા એમ. બારીઆ દ્વારા કરવામાં આવ્યું હતું.
૦૦૦