બાબુ સોલંકી :- સુખસર
દાહોદ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:ફતેપુરા તાલુકાના નાના બોરીદામાં પ્રેમ પ્રકરણની અદાવતે યુવકની હત્યા કેસમાં સંડોવાયેલા બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી…
વર્ષ-2020 માં નાના બોરીદા ગામે પ્રેમ પ્રકરણની અદાવતે એક યુવાનની હત્યા કરવામાં આવી હતી.
મોટા નટવા તથા ઘાણીખુટના આરોપીને આજીવન કેદ તથા રૂપિયા 5000 નો દંડ,દંડ નહીં ભરે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ કરાયો.
સુખસર,તા.9
ફતેપુરા તાલુકાના નાના બોરીદા ગામે ગત વર્ષ-2020 માં પ્રેમ પ્રકરણની અદાવતે એક યુવાનની હત્યા કરી તેની લાશ કૂવામાં નાખવામાં આવતા તેનો સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.અને આ હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.ત્યારે મહેરબાન ત્રીજા એડિશનલ સેશન્સ જજ દાહોદની કોર્ટમાં કેસ ચાલી જતા 3 માર્ચ-2023 ના રોજ ખુલ્લી કોર્ટમાં ચુકાદો આપતા બંને આરોપીઓને આજીવન કેદની સજા તથા રૂપિયા 5000 દંડનો હુકમ કરવામાં આવ્યો છે.જો દંડની રકમ નહીં ભરપાઈ નહીં કરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્તિ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નાના બોરીદા ગામના કલ્પેશભાઈ વિકલાભાઈ ડામોર ઉંમર વર્ષ 21 નાઓની ગત તારીખ 11/2/ 2020 ના રોજ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી લાશ ને કુવામાં નાખવામાં આવી હોવાના આરોપમાં હરીશભાઈ સામાભાઈ બામણીયા રહે.મોટા નટવા,ભીમાખેડી ફળિયા તથા રાકેશભાઈ મખાભાઈ બામણીયા રહે.ઘાણીખુટ માળી ફળિયુ તા.ફતેપુરા જી. દાહોદના ઓની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારબાદ આ બંને આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.ત્યારે 3 માર્ચ- 2023 ના રોજ મહેરબાન ત્રીજા એડિશનલ સેશન્સ જજ દાહોદમાં કેસમાં ચુકાદો આપતા જણાવ્યું છે કે,આરોપીઓએ તા 11/2/2020 ના 16:30 કલાકના અસામાં નાના બોરીદા ગામે આવેલ પંચાયતના કુવા ઉપર આરોપી હરીશભાઈ સામાભાઈ બામણીયા સાહેદ લક્ષ્મીબેન તેરસિંગભાઈ ડામોર રહે.સરસવા પૂર્વ, ડામોર ફળિયા સાથે પ્રેમ સંબંધ ધરાવતો હોય કુવા ઉપર આવેલ ઓરડીમાં બેસી વાતો કરી રહેલા હતા.તેવા સમયે આરોપી રાકેશભાઈ મખાભાઈ બામણીયા ત્યાં નજીકમાં ઉભેલ.તેવામાં આ કામના મરણ જનાર કલ્પેશ ડામોરની સાહેદ લક્ષ્મીબેન ઉપર દાનત બગડતા હરીશભાઈ બામણીયાનાઓ એકદમ ઉશ્કેરાઈ જઈ તેના બંને હાથથી મરણ જનાર કલ્પેશનું ગળું દબાવતા આરોપી રાકેશભાઈ બામણીયા દોડી આવી બંને જણાએ સાથે મળી મરણ જનાર કલ્પેશને પકડી કુવામાં ફેંકી દઈ તેમને પોતાને સાચા મનાવવા માટે જાતેથી બૂમો પાડેલ તેવામાં સાહેદો આવી જતા મરણ જનારને કૂવામાંથી બહાર કાઢી સારવાર માટે લઈ ગયેલ ત્યાં ફરજ ઉપરના ડોક્ટર દ્વારા મરણ ગયેલ હોવાનું જાહેર કરેલ.ત્યારે આ બંને આરોપીઓએ પુરાવાનો નાશ કરવાના ઇરાદે મરણ જનારને પંચાયતના કૂવામાં નાખી દઈ એકબીજાને મદદગારી કરી હોવા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કોટ દ્વારા ચુકાદો આપતા જણાવવામાં આવ્યું છે હતું કે,આ ગુનાના આરોપી હરિશ સામાભાઇ બામણીયા તથા રાકેશ મખાભાઈ બામણીયા નાઓને ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ 235(2) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ-302, 201,114 અન્વયે ના ગુનાના કામે આજીવન કેદની સખત સજા તથા પ્રત્યેક રૂપિયા 5000 નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.અગર આ દંડની રકમ ભરપાઈ નહીં કરેતો આરોપીઓને વધુ છ માસની સાદી કેદની સજા સંભળાવવામાં આવી છે.તેમજ જણાવવામાં આવ્યું છે કે,ક્રિ.પો.કો 428 અન્વયે આરોપીઓ જેટલો સમય કાચા કામના કેદી તરીકે જેલમાં રહ્યા હોય તેટલો સમય તેઓને મજરે આપવામાં આવા આવશે.ક્રી.પો.કો 463 અન્વયે આ ચુકાદાની એક નકલ બંને આરોપીઓને વિના મૂલ્યે આપવા હુકમ કરવામાં આવ્ય છે.તેમજ આ કામે કબજે થયેલ મુદ્દામાલ મોટર સાયકલ અંગે અગાઉ કરેલ હુકમ કાયમ રાખવા 3 માર્ચ-2023 ના રોજ ખુલ્લી અદાલતમાં સંભળાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.