
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદમાં સમાન ભરેલો ટેમ્પો ખાડામાં ફસાયો, વાહનચાલકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા, સંલગ્ન વિભાગ નિંદ્રાધીન
સ્માર્ટ સીટી અંતર્ગત ચાલી રહેલા કામોમાં ઠેરઠેર ખોદકામ બાદ યોગ્ય રીતે પૂરણ કામ ન કરતા ભારે વાહનો ખાડામાં ફસાયા
દાહોદ તા.૨૪
થોડા દિવસો પહેલાજ શહેરના ગોદી રોડ ખાતે એક ટ્રકના ટાયરો ખાડામાં ફસાઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સહિત વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આજે ફરીવાર ગોદીરોડ ચાકલીયા ચોકડી, ગલાલીયાવાડ તરફ જતાં માર્ગ પર આજે ફરી એક ટેમ્પાના ટાયરો આવા જ એક ખાડામાં ભરાઈ જતાં ગાડી ફસાઈ ગઈ હતી જેને પગલે અવર જવર કરતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેઘરાજાનું હજુ બરાબર આગમન નથી થયું અને પહેલાજ વરસાદમાં દાહોદ સ્માર્ટ સીટીના જાહેર માર્ગાેની આવી હાલત છે તો આવનાર દિવસોમાં એટલે કે, હજુ તો આખુ ચોમાસું બાકી છે ત્યારે નગરના રસ્તાઓની કેવી હાલત થશે? તે વિચારવું અઘરૂં છે. ભુગર્ભ ગટર અને પાણીની પાઈપ લાઈન નાંખવાની કામગીરી બાદ સુવ્યવસ્થિ પુરાણ ન કરાતાં આવા મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે પ્રિમોનસુન કામગીરી ઉપર અનેક સવાલો પણ ઉભા થવા લાગ્યાં છે. પ્રિમોનસુન કામગીરીનો પોલ ખુલી જવા પામી છે.
—————