
દાહોદ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના કોચમાં પૈસા ભરેલું બેગ ભૂલી ગયેલા મુસાફરને આર.પી.એફ એ પરત કર્યું
દાહોદ તા.૨૩
દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે એક મુસાફર પોતાની રોકડા રૂપીયા ૪૦,૦૦૦ ભરેલ બેગ કોચમાં ભુલી જતાં આરપીએફ પોલીસ દ્વારા આ રોકડ રકમ ભરેલ બેગને તેના માલિકને સુપરત કરી હતી.
રેલ્વે પોલીસ મથકે રંજીત પ્રજાપતિ નામક મુસાફરે પોતાની ૪૦,૦૦૦ ભરેલ રોકડા રૂપીયાની બેગ રેલ્વેના કોચમાં ભુલી ગયાં હોવાની ફરિયાદ ગત તા. ૨૨ જાન્યુઆરીના રોજ દાહોદ રેલ્વે પોલીસ મથકે કરી હતી. આ ફરિયાદના આધારે દાહોદ રેલ્વે પોલીસના આરપીએફ જવાનોએ દાહોદમાંથી એક રેલ્વેના કોચમાં રોકડા રૂપીયા ૪૦,૦૦૦ સહિત વિગેરે સરસામાન ભરેલ બેગ મેળવી ઉપરોક્ત વ્યક્તિને બોલાવી તેની બેગ જરૂરી કાર્યવાહી બાદ સુપ્રત કરી હતી.