Saturday, 27/07/2024
Dark Mode

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર જીવલેણ હુમલાના ગુન્હામાં સામેલ કુખ્યાત બુટલેગર ભીખા રાઠવાના ખાસ સાગરીત રમેશ કોળી સમેત ૫ હુમલાખોરોની સાગટાળા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી !

January 23, 2023
        4588

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લા પોલીસ તંત્ર એ પાંચીયાસાળ ગામે ગાંધીનગર જી.સ્.ઝ્ર. ટીમ ઉપર કરાયેલા જીવલેણ હુમલા બાદ ફરાર થઈ ગયેલા મીઠીબોરના કુખ્યાત બુટલેગર ભીખા રાઠવાના ખાસ સાગરીત રમેશ માધુ રાઠવા (કોળી) સમેત ૫ હુમલાખોર આરોપીઓની ધરપકડો કરીને સાગટાળા પોલીસને હવાલે કરીને પોલીસ રિમાન્ડ સાથે આ તમામની કાયદેસર પુછપરછો સાથે અન્ય આરોપીઓને ઝડપી પાડવાની કવાયતો તેજ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહયુ છે.
પાંચીયાસાળ ગામે બે સપ્તાહ પૂર્વે વિદેશી શરાબના બે વાહનો છોડાવવા માટે ઘસી આવેલા ભીખા રાઠવાએ ગાંધીનગર જી.સ્.ઝ્ર. ટીમ ઉપર ખાનગી ફાયરીંગ સાથે કરેલા જીવલેણ હુમલાથી સ્તબ્ધ બની ગયેલ દાહોદ જિલ્લા પોલીસ તંત્રનો ભીખા રાઠવા આણી મંડળીને ઝબ્બે કરવા માટે અનેક ઠેકાણાઓ ઉપર સર્ચ ઓપરેશનો કરીને આરોપીઓને ઘેરવાની કોશિશો કરી હતી એમાં બુટલેગર ભીખા રાઠવાના ખાસ સાગરીત અને પાંચીયાસાળ ગામના સર્વેસર્વા કહેવાતા (૧) રમેશ માધુ રાઠવા (કોળી), (૨) વિનોદ મક્કા રાઠવા, (૩) મહિરાજસિંહ જાદવ, (૪) રાકેશ રાયસીંગ બારીઆ અને (૫) રોહિત શના પટેલ અંતે ઝડપાઈ ગયા હતા. જી.સ્.ઝ્ર. ટીમ ઉપર જીવલેણ હુમલો કરનાર ઝડપાયેલા આ આરોપીઓના અદાલત સમક્ષથી પોલીસ રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ તંત્રની ટીમો એ અન્ય આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!