Saturday, 27/07/2024
Dark Mode

ગાંધીનગર S.M.C. ટીમ દ્વારા નેશનલ હાઈવેની બાજુમાં ધમધમતા શરાબના વ્યાપાર ઉપર સપાટો:સંતરોડ આ.પોસ્ટની બગલમાં બુટલેગર અર્જુન પટેલના ગેરકાયદે શરાબના અડ્ડા ઉપર રેડ કરીને ૪૩૬ બોટલો ઝડપી પાડી.!!

January 16, 2023
        338
ગાંધીનગર S.M.C. ટીમ દ્વારા નેશનલ હાઈવેની બાજુમાં ધમધમતા શરાબના વ્યાપાર ઉપર સપાટો:સંતરોડ આ.પોસ્ટની બગલમાં બુટલેગર અર્જુન પટેલના ગેરકાયદે શરાબના અડ્ડા ઉપર રેડ કરીને ૪૩૬ બોટલો ઝડપી પાડી.!!

ગાંધીનગર S.M.C. ટીમ દ્વારા નેશનલ હાઈવેની બાજુમાં ધમધમતા શરાબના વ્યાપાર ઉપર સપાટો બોલાવીને…..

સંતરોડ આ.પોસ્ટની બગલમાં બુટલેગર અર્જુન પટેલના ગેરકાયદે શરાબના અડ્ડા ઉપર રેડ કરીને ૪૩૬ બોટલો ઝડપી પાડી.!!

શરાબનો જથ્થો લેવા આવેલા ૮ ગ્રાહકો અને વાહનો સમેત અંદાઝે ₹ ૩ લાખનો મુદ્દામાલ જપ્ત…..

ગોધરા તા.16

ગાંધીનગર S.M.C. ટીમ દ્વારા નેશનલ હાઈવેની બાજુમાં ધમધમતા શરાબના વ્યાપાર ઉપર સપાટો:સંતરોડ આ.પોસ્ટની બગલમાં બુટલેગર અર્જુન પટેલના ગેરકાયદે શરાબના અડ્ડા ઉપર રેડ કરીને ૪૩૬ બોટલો ઝડપી પાડી.!!

ગોધરા દાહોદ નેશનલ હાઈવે ઉપર આવેલા અને સંતરોડ ચેકપોસ્ટની લગભગ બગલમાં ખુલ્લેઆમ વિદેશી શરાબના ધમધમતા કારોબાર ઉપર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ ટીમ દ્વારા રવિવારના રોજ બુટલેગર અર્જુન પટેલના અડ્ડા ઉપર રેડ કરીને શરાબનો જથ્થો લેવા આવેલા ૮ ગ્રાહકો સમેત ૩ મોટર બાઈકો જપ્ત કરીને સપાટો બોલાવી વિદેશી શરાબ અને બિયરની ૪૩૬ બોટલો સાથે અંદાઝે ₹ ૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરતા મોરવા (હ) સમેત પંચમહાલ જિલ્લાની બુટલેગરોની અંધારી આલમમાં સન્નાટો તો પ્રસરી જવા પામ્યો છે. પરંતુ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ ટીમના આ સપાટાથી મોરવા (હ) પોલીસ તંત્રનો કાફલો પણ દોડતો થયો હતો.!! જો કે સંતરોડ આઉટ પોસ્ટ પોલીસ તંત્રની ઐસીતૈસી કરીને સાલીયા સંતરોડ ગામ પાસે ખુલ્લા ખેતરમાં આવેલ દુકાનમાં વિદેશી શરાબ અને બિયરના જથ્થાનું ખુલ્લેઆમ વેચાણ કરનાર બુટલેગર અર્જુન અમરસીંગ પટેલ સ્ટેટ મોનીટરીંગ ટીમનો કાફલો ત્રાટક્યો હોવાની ખબરો સાથે જ અર્જુન પટેલ તો ભાગી જવામાં સફળ રહ્યો હતો. પરંતુ વિદેશી શરાબનો જથ્થો લેવા આવેલા ગ્રાહકો વાહનો સાથે ઝડપાઈ જતા ભારે ચકચાર જેવો અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો.
ગુજરાતના પ્રવેશદ્વાર કહેવાતા દાહોદ જિલ્લાના અંતરીયાળ સરહદી માર્ગો ઉપરથી ગુજરાતમાં વિદેશી શરાબનો જંગી જથ્થો ઘુસાડવાના કુખ્યાત બુટલેગરોના કારનામાઓ સામે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગના કાફલાએ સપાટો બોલાવવાનું શરૂ કર્યુ છે. એમા મોરવા (હ) તાલુકાના સંતરોડ ગામે નેશનલ હાઈવે ને અડીને આવેલા ખુલ્લા ખેતરમાં આવેલ એક દુકાનમાં કુખ્યાત બુટલેગર અર્જુન અમરસીંગ પટેલના ઠેકા ઉપરથી વિદેશી શરાબનો વ્યાપારનો ધમધમતો કારોબાર ચાલી રહયો હોવાની ચોક્કસ બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ ટીમના પી.એસ.આઈ. એમ.બી.રાણા એ સપાટો બોલાવીને બુટલેગરના ભાડૂતી નોકર રાજેશ રતનસિંહ બારીઆને ઝડપી પાડ્યો હતો. સાથોસાથ વિદેશી શરાબનો જથ્થો લેવા આવેલા ૮ ગ્રાહકો પણ વાહનો સાથે એસ.એમ.સી.ના ઘેરામાં સપડાઈ ગયા હતા. જ્યારે કેટલાક ગ્રાહકો ભાગી જતા આ ભાગેડુ ગ્રાહકોના વાહનો સાથે ૮ જેટલી મોટર સાયકલો અને ૯ મોબાઈલ ફોનો સાથે વિદેશી શરાબ અને બિયરની ૪૩૬ બોટલો કબ્જે કરીને સ્ટેટ મોનીટરીંગ સેલના હેડ કોન્સ્ટેબલ સંદીપ શંકરરાવ દ્વારા મોરવા (હ) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એકટની ૬૫(એ), ૬૫(ઈ), ૮૧ અને ૧૧૬-બી મુજબ ફરીયાદ આપી હતી.

બુટલેગર જોડી ચકો અને કમલેશ મુનિયાના વધુ કરતુતો બહાર આવવાની સ્ફોટક સંભાવનાઓ.!!

  ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ ટીમ દ્વારા એક સપ્તાહ પૂર્વે જ લીમડી પાસેથી કુખ્યાત બુટલેગર જોડી વડોદરાના પરેશ ચૌહાણ ઉર્ફે ચકો અને લીમડીના કમલેશ મુનિયાની વિદેશી શરાબનો જંગી જથ્થો ભરેલ બે કારો ને આંતરીને સપાટો બોલાવ્યો હતો. ત્યારથી ભલે એસ.એમ.સી.એ અમારા શરાબના વાહનો ઝડપ્યા પરંતુ ગભરાવવાની બિલકુલ જરૂર નથી અને લાઈનો ચાલુ જ છે ના બુટલેગરોની અંધારી આલમના ઉચ્ચારણો કરનાર આ બુટલેગર જોડી એ જ સંતરોડ ખાતે શરાબનો ગેરકાયદે વ્યાપાર કરનાર બુટલેગર અર્જુન પટેલને શરાબનો જથ્થો પહોંચાડ્યો હોવાની ચર્ચાઓ અંધારી આલમમાં શરૂ થવા પામી છે.!! જો કે એસ.એમ.સી.ના સપાટામાં બુટલેગરના વ્યાપારના રહસ્યો ધરાવતા ૩ મોબાઈલ ફોનો અને વહીવટદારોના ડમી નંબરો હાથમાં આવી ગયા હોવાની ખબરોથી ભલભલા હેરાન પરેશાન હોવાનું કહેવાય છે.!!

એસ.એમ.સી.ના સકંજામાં આવી ગયેલ ત્રણ બાઇકો સમેત ૮ આરોપીઓ

(૧) રાજેશકુમાર રતનસિંગ બારીયા, ગામ.તરવડી, તા.ગોધરા, (૨) મહેશભાઈ કંચનભાઈ ભગોરા, સાલીયા-સંતરોડ, ગામ.સંતરોડ,તા. મોરવાહડફ, (૩) સુભાષભાઈ સાવકુનભાઈ બારીયા ઉ.વ.૩૬, ગામ. વડેલાવ, તા. ગોધરા, (૪) પંકજભાઈ હસમુખભાઈ બારીયા, ઉ.વ.૨૦, ગામ, મોજરી, તા. મોરવાહડફ, (૫) ચન્દ્રસિંગ બાબુભાઈ બારીયા, ઉ.વ.૨૮, ગામ. તરવડી, તા. ગોધરા, (૬) મોહનભાઈ નાનસીંગભાઈ બારીયા, ઉ.વ.૩૫,ગામ. નાટાપુર, તા.મોરવાહડફ, (૭) જીતેંદ્રભાઈ ગુલાબભાઈ પટેલ, ઉ.વ.૨૪, સંતરોડ, ગામ, સલિયા, તા. મોરવાહડફ, (૮) દિવ્યેશકુમાર જશવંતભાઈ પટેલ, સંતરોડ, ગામ. સલિયા, તા. મોરવાહડફ, (૯) અર્જુન અમરસિંગ પટેલ, ગામ. સંતરોડ,તા. મોરવાહડફ,

(૧૦) મો.સા.નં. જી.જે.-૧૭-સીબી-૭૨૨૮ મુકી નાસી જનાર(દારૂ લેવા આવનાર ગ્રાહક), (૧૧) મો.સા.નં. જી.જે.-૧૭-બીસી-૧૯૭૦ મુકી નાસી જનાર(દારૂ લેવા આવનાર ગ્રાહક) (૧૨) મો.સા.નં. જી.જે.-૧૭-બીએસ-૫૬૬૫ મુકી નાસી જનાર(દારૂ લેવા આવનાર ગ્રાહક)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!