Sunday, 08/09/2024
Dark Mode

31મી ડિસેમ્બરને લઇ દાહોદ જિલ્લાનું પોલીસતંત્ર એક્શન મોડમાં:પ્રોહિબિશનના દુષણને નાથવા પોલીસે દરોડો પાડતા 40 જેટલી દેશી દારૂની ભટ્ટીઓનો ખુરદો બોલાવ્યો…

December 30, 2022
        796
31મી ડિસેમ્બરને લઇ દાહોદ જિલ્લાનું પોલીસતંત્ર એક્શન મોડમાં:પ્રોહિબિશનના દુષણને નાથવા પોલીસે દરોડો પાડતા 40 જેટલી દેશી દારૂની ભટ્ટીઓનો ખુરદો બોલાવ્યો…

31મી ડિસેમ્બરને લઇ દાહોદ જિલ્લાનું પોલીસતંત્ર એક્શન મોડમાં…

પ્રોહિબિશનના દુષણને નાથવા પોલીસે દરોડો પાડતા 40 જેટલી દેશી દારૂની ભટ્ટીઓનો ખુરદો બોલાવ્યો…

દાહોદ જિલ્લા પોલીસે મેગા ડ્રાઇવ અંતર્ગત 40 જેટલી દેશી દારૂની ભટ્ટીઓ નષ્ટ કરી..

દાહોદ તા.૩૦

31મી ડિસેમ્બરને લઇ દાહોદ જિલ્લાનું પોલીસતંત્ર એક્શન મોડમાં:પ્રોહિબિશનના દુષણને નાથવા પોલીસે દરોડો પાડતા 40 જેટલી દેશી દારૂની ભટ્ટીઓનો ખુરદો બોલાવ્યો...

આગામી ૩૧મી ડિસેમ્બરના દિવસને ધ્યાનમાં રાખી જિલ્લામાં ગેરકાયદે પ્રવૃતિઓ અને ખાસ કરીને વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો પર અને દારૂનો નશો કરી પસાર થતાં લોકો ઉપર પોલીસ દ્વારા બાજ નગર રાખવામાં આવી રહી છે. જિલ્લામાં તમામ સ્થળોએ નાકાબંધી કરી, વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નાઈટ પેટ્રોલીંગ પણ સઘન કરી દેવમાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ એકજ દિવસમાં સપાટો બોલાવી જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ પાડી કુલ ૪૦ કેસો શોધી કાઢી કુલ ૨૬ ઈસમોની અટકાત કરી છે.

31મી ડિસેમ્બરને લઇ દાહોદ જિલ્લાનું પોલીસતંત્ર એક્શન મોડમાં:પ્રોહિબિશનના દુષણને નાથવા પોલીસે દરોડો પાડતા 40 જેટલી દેશી દારૂની ભટ્ટીઓનો ખુરદો બોલાવ્યો...

 

 

દાહોદ જિલ્લામાં આગામી ૩૧મી ડિસેમ્બરના રોજ થર્ડી ફસ્ટને ઉજવવા માટે લોકોમાં થનગનાટ જાેવા મળી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં આવેલ હોટલો, ફાર્મ હાઉસ, કલ્બો, પાર્ટી પ્લોટ વિગેરે જેવા સ્થળોએ થર્ડી ફસ્ટની પાર્ટીઓનું આયોજન થનાર છે. આવા સ્થળોએ યોજાનાર પાર્ટીઓમાં વિદેશી દારૂનું ગેરકાયદેસર સેવન થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આવા સ્થળોએ સતત નજર રાખી રહી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા સરહદી વિસ્તારમાંથી વિદેશી દારૂને ઘુસાડવાના ઈરાદા સાથે બુટલેગરો તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો પર પણ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. જિલ્લાની તમામ સરહદી વિસ્તારોમાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ચેકપોસ્ટો ઉભી કરી દીધી છે. ચેકપોસ્ટો પર આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરવામાં આવી રહી છે. થર્ડી ફસ્ટની પાર્ટીઓમાં નશો કરી આવતાં લોકો પર પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. નવા વર્ષની ઉજવણી શાંતિપુર્ણ માહૌલમાં થાય તેવા હેતુસર દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાભરમાં સઘન કામગીરી કરી રહી છે. કોઈપણ પ્રકારના ગુન્હામાં સંડોવાયેલ ઈસમો સામે તેમજ ગેરકાયદે પ્રવૃતિઓમાં પકડાયેલ ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

પ્રોહિબિશનની બદીને ડામવા પોલીસ એક્શન મોડમાં:જિલ્લામાં જુદી જુદી જગ્યાએ દરોડા દરમિયાન 40 દેશી દારૂની ભટ્ટીઓ નાશ કરાઈ

થર્ટી ફસ્ટના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ખાસ કરીને વિદેશી દારૂના અડ્ડાઓ તેમજ દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ જિલ્લામાં આવેલ દાહોદ શહેર, દાહોદ તાલુકા, દેવગઢ બારીઆ તાલુકા, ગરબાડા તાલુકા તેમજ ઝાલોદ તાલુકામાં ધમધમતી દેશી દારૂની કુલ ૪૦ ભઠ્ઠીઓ ઉપર ઓચિંતી રેડ પાડી કુલ ૪૦ કેસો કરવામાં આવેલ છે અને જેમાં ૨૬ જેટલા ઈસમોની અટકાયત કરવામાં આવી છે જેમાં દાહોદ ટાઉન એ. ડિવીઝન વિસ્તારમાંથી ૧૧ કેસોમાં ૮ ઈસમોની અટકાયત કરવામાં આવી છે. દાહોદ બી. ડિવીઝન વિસ્તારમાંથી ૧૧ કેસોમાં ૧૧ ઈસમોની અટકાયત કરવામાં આવી છે. દાહોદ રૂરલ વિસ્તારમાંથી ૦૪ કેસોમાં ૦૩ ઈસમોની અટકાયત, દેવગઢ બારીઆમાં ૦૨ કેસો, ગરબાડા વિસ્તારમાંથી ૦૩ તેમજ ઝાલોદમાંથી ૦૯ કેસોમાં ૦૪ ઈસમોની અટકાયત કરી ૪૦ દેશી દારૂની ભઠ્ઠીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!