
દેવગઢબારિયા કાપડી પીંજારા ફળિયામાં વાસનામાં કામાંધ બનેલા નરાધમે કચરો નાખવા જઈ રહેલી 18 વર્ષીય યુવતી ને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું
દાહોદ તા.૨૨
દેવગઢ બારીયા કાપડી પિંજારા ફળીયામાં સાંજના સમયે કચરો નાંખવા જઈ રહેલી 18 વર્ષીય છોકરીને કાપડી જેતરા ફળિયાના યુવકે મારે તારૂ કામ છે. કહી ઘરે બોલાવી ઘરનો દરવાજાે બંધ કરી તે છોકરીની મરજી વિરૂધ્ધ બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યાનું જાણવા મળ્યું છે.
ગત તા. ૧૬-૧૨-૨૦૨૨ના રોજ સાંજના છ વાગ્યાના સુમારે દે.બારીયા કાપડી પિંજારા ફળિયામાં રહેતી લઘુમતી કોમની ૧૮ વર્ષ છ માસની ઉમરની છોકરી કચરો નાંખવા જતી હતી તે વખતે દે.બારીયા કાપડી જેતરા ફળિયાના મૂળ વતની અને હાલ લવારીયા ગામે રહેતા અહેજાજભાઈ હકીમભાઈ જેતરા તે છોકરીને સામે મળતા તેને છોકરીને તું મારા ઘરે આવ, મારે તારૂ કામ છે કહેતા ચે ચોકરી અહેજાજભાઈ હકીમભાઈ જેતરાના ઘરે ગઈ હતી તે વખતે અહેજાજભાઈ જેતરાએ ઘરનો દરવાજાે બંધ કરી દીધો હતો અને છોકરીને પલંગ પર સુવડાવી ઘરની લાઈટો બંધ કરી તેણીની મરજી વિરૂધ્ધ બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.
આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલી પીડીત છોકરીએ નોંધાવેલ ફરિયાદને આધારે દેવગઢ બારીયા પોલિસે દેવગઢ બારીયા કાપડી, જેતરા ફળીયામાં રહેતા બળાત્કારી અહેજાજભાઈ હકીમભાઈ જેતરા વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૭૬ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
————–