Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાના વડવા ગામના સરપંચ તથા તેના પતિનું કારસ્તાન: સરકારી પડતર જમીનમાં સમાજ ઘર તોડી આલીશાન મકાન તેમજ ઈટનો ભટ્ટો બનાવી દીધો…

December 16, 2022
        910
ગરબાડા તાલુકાના વડવા ગામના સરપંચ તથા તેના પતિનું કારસ્તાન: સરકારી પડતર જમીનમાં સમાજ ઘર તોડી આલીશાન મકાન તેમજ ઈટનો ભટ્ટો બનાવી દીધો…

ગરબાડા તાલુકાના વડવા ગામના સરપંચ તથા તેના પતિનું કારસ્તાન: સરકારી પડતર જમીનમાં સમાજ ઘર તોડી આલીશાન મકાન તેમજ ઈટનો ભટ્ટો બનાવી દીધો…

કોઈપણ જાતની મંજૂરી વગર બારોબાર આ નિશાન મકાન તેમજ ભટ્ટા નું નિર્માણ કરતા જાગૃત નાગરિક દ્વારા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરાઈ..

દાહોદ તા.16

ગરબાડા તાલુકાના વડવા ગામના સરપંચ તથા પતિ પર સરકારી પડતર જમીનમાં સમાજ ઘર તોડી ગેરકાયદેસર સરકારની પરવાનગી વગર બંગલો બનાવવા તેમજ ઈટોનો ભટ્ટો બનાવવા બાબતે સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર ને અરજી અપાઇ

ગરબાડા તાલુકાના વડવા ગ્રામ પંચાયતના સરપંચ શીતલબેન પ્રતાપભાઈ બીલવાલ તથા પ્રતાપભાઈ સમસુભાઈ દ્વારા વડવા ગામની સરકારે પડતર જમીનમાં જેનો ખાતા નંબર 172 તથા સર્વે નંબર 52 /1 માં જમીન પર વર્ષ 2010 અને 11 ને સાલમાં સમાજ ઘર બનાવવામાં આવ્યો હતો અને આ સમાજ ઘરનો ઉપયોગ સમાજના લોકો માટે કોઈ સામાજિક કાર્યક્રમ મીટીંગ પંચ વગેરે માટે કરવામાં આવતો હતો પરંતુ વર્ષ 2018/19 માં સરપંચ તથા સરપંચના પતિ દ્વારા સરકારની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે પોતાના બંગલો બનાવી રહેઠાણ તરીકે ઉપયોગ કરે છે અને સદર સરકારે પડતર જમીનમાં ઇટનો ભઠ્ઠો ચાલુ કરેલ છે અને એ તો બનાવવા માટેની માટી પણ ગામની ગૌચર જમીન માંથી ગેરકાયદેસર રીતે ચોરી કરીને ઉપયોગ કરે છે જે બહુચર નો સર્વે નંબર 36/1 છે જે તે ગામના ઢોરોને ઘાસચારો ચરાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે આ બાબતે ગ્રામજનો દ્વારા સરપંચ ને રજૂઆત કરતા મૌખિક રીતે કહેતા કે જમીન મારા નામે છે તથા સરકારી પડતર જમીન અને ગૌચરની જમીન તમામનો માલિક હું છું મારી મરજીથી કંઈ પણ કરી શકું મારી ઓળખાણ બહુ જ ઊંચી છે તમારે જેને જાણ કરવી હોય તેને કરશો મારું કોઈ બગાડી શકવાનું નથી અને ફરીથી મને રોકટોક કરશો કે અડચણરૂપ થશો તો તમારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ અને આ ગામમાં રહેવું હોય તો હું તમને કહું તેમ કરવાનું કેમ સરપંચના પતિ અને સરપંચે ધમકી આપી હતી અને આ બાબતની જાણ જાગૃત નાગરિક દ્વારા 27 1 2022 તથા 9 3 2022 ના રોજ સ્વાગત કાર્યક્રમમાં પણ આ લેખિત અરજી જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી જેમ જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર આજ દિન સુધી કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!