Tuesday, 16/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં ગત વિધાનસભાની પેટર્ન પ્રમાણે સૌથી ઓછું મતદાન 133 ગરબાડા વિધાનસભામાં નોંધાતા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોના પ્રેસર વધ્યા:48.10ટકા મતદાન નોંધાયું..

December 5, 2022
        6325
દાહોદ જિલ્લામાં ગત વિધાનસભાની પેટર્ન પ્રમાણે સૌથી ઓછું મતદાન 133 ગરબાડા વિધાનસભામાં નોંધાતા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોના પ્રેસર વધ્યા:48.10ટકા મતદાન નોંધાયું..

રાહુલ ગારી :- ગરબાડા

દાહોદ જિલ્લામાં ગત વિધાનસભાની પેટર્ન પ્રમાણે સૌથી ઓછું મતદાન 133 ગરબાડા વિધાનસભામાં નોંધાતા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોના પ્રેસર વધ્યા:48.10ટકા મતદાન નોંધાયું..

ગરબાડા વિધાનસભા બેઠક પર 2017 માં પણ સૌથી ઓછું 59 ટકા મતદાન નોંધાયું હતું.

વિધાનસભાના ભાજપ – કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ મતદાન કર્યું હતું.

ગરબાડા તાલુકાના ભિલવા ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં આવેલ મતદાન મથક ના ૩ નંબરના બુથ પર EVM મશીન ખોટકાયું.

ગરબાડા તાલુકામાં વિધાનસભાની ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોમાં મતદાન કરવા માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ગરબાડા તા.05

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૧૩૩ ગરબાડા વિધાનસભા ના મતદાન માટે ગરબાડા તાલુકામાં સવારના ૮ થી સાંજના ૫ વાગ્યા સુધીમાં મતદાન બુથો પર લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે નીકળી પડ્યા હતા અને સાંજે ૫ વાગ્યા સુધીમાં ૪૮.૧૦ ટકા મતદાન થયું હતું. ગરબાડા વિધાનસભા માં કુલ ૨૯૦૪૬૩ મતદારો પૈકી કુલ ૧૩૯૭૧૮ મતદારોએ પોતાના મતનો ઉપયોગ કરેલ હતો. જેમાં ૬૯૯૧૯પુરુષ તેમજ ૬૯૭૯૯ સ્ત્રી

મતદારોએ મતદાન કર્યું હતું. આમ સાંજના ૫ વાગ્યા સુધીમાં ૪૮.૧૦ ટકા મતદાન શાંતિ પૂર્વક માહોલમાં પૂર્ણ થયું હતું. મતદાન દરમ્યાન દરેક બુથો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેને કારણે કોઈ અનિચ્છનિય ઘટના બની ન હતી. સવારથી લોકો પોતાનો મત આપવા માટે કતારોમાં ઊભા રહ્યા હતા. ગરબાડા કુમાર શાળા ખાતે સમય પૂર્ણ થયા પછી પણ મતદારો આવતા મતદાન થોડો સમય માટે લંબાવવામાં આવ્યું હતું.

વિધાનસભાના ભાજપ – કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ મતદાન કર્યું હતું.

ગરબાડા ૧૩૩ વિધાનસભાની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ ભાભોરે ખરજ ગામે પ્રાથમિક શાળા ખાતે આવેલ મતદાન મથક માં મતદાન કર્યું હતું. લોકશાહીના મહાપર્વ નિમિતે ગરબાડા વિધાનસભાના લોકોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી.આ સાથે કોંગ્રેસના ધારાસભ્ય અને હાલના વિધાનસભાના ઉમેદવાર ચંદ્રિકાબેન બારીયા એ નવાફળિયા પ્રાથમિક શાળા ખાતે આવેલ મતદાન મથક પર મતદાન કર્યું હતું.

ગરબાડા તાલુકાના ભિલવા ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં આવેલ મતદાન મથક ના ૩ નંબરના બુથ પર EVM મશીન ખોટકાયું.

ગરબાડા તાલુકાના ભિલવા ગામે મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આવેલ મતદાન મથક ના બુથ નંબર ૩ નું EVM મશીન બગડતા મતદાન માટે આવેલ લોકો અડધો કલાક સુધી લાઈનોમાં બેસી રહેવા મજબૂર બન્યા હતા. EVM મશીન ખોટકાતા ગરબાડા ૧૩૩ ચુંટણી અધિકારી અને ગરબાડા મામલતદાર સહિતનાઓ મતદાન મથકે દોડી આવ્યા હતા અને મશીન ફરીથી ચાલુ કરી મતદાન પુનઃ શરૂ કરવામાં આવ્યું હતું.

ગરબાડા તાલુકામાં વિધાનસભાની ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોમાં મતદાન કરવા માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

અહીંના દિવ્યાંગ મતદારો માટેના સુવિધા કેન્દ્ર ઉપર જિંદગીના ૮૦ થી વધુ દાયકા જોયા લીધા હોય એવા વૃદ્ધ મહિલાનો તંત્રને ફોન આવ્યો કે તેને નજીક માં આવેલા મતદાન મથકે જવા સહાયની જરૂર છે .ફોન આવતાની સાથે જ આસિસ્ટન્ટ નોડલ ફોર પિડબ્લુડી આર.પી ખાંટ ની ટીમ સેવા સદન થી ગાડી લઈ ગરબાડા ના અભલોડ ગામ ખાતે જઇ ૮૦ વર્ષથી વધુના લુંજીબેન ભાભોર ના ઘરે પહોંચી હતી અને તેમના ઘરેથી મતદાન મથકે મતદાન કરાવી ને વ્હીલચેર મદદથી તેમના ઘર સુધી પહોંચાડયા હતા. તેમજ ઝરી બુઝર્ગ ગામના ગણાવા વિનુભાઈ દિવ્યાંગ મતદારે ગરગાડી ફળિયા પ્રાથમિક શાળા ખાતે આવેલ મતદાન મથક પર મતદાન કર્યું હતું અને લોકોને પણ વધુમાં મતદાન કરવા અપીલ કરી હતી. ગરબાડા માં વૃદ્ધ – દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે એ માટે તાલુકાના તમામ મતદાન મથકોને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રખાયા હતા તેમજ મતદાન મતદાન મથકો ખાતે વ્હીલચેર સહિતની તમામ સુવિધાઓ અપાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!