Thursday, 25/07/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં સરેરાશ મતદાન ઓછું થતા રાજકીય પક્ષો ચિંતામાં:છ વિધાનસભા બેઠકો પર 55.80 ટકા મતદાન નોંધાયું…

December 5, 2022
        2689
દાહોદ જિલ્લામાં સરેરાશ મતદાન ઓછું થતા રાજકીય પક્ષો ચિંતામાં:છ વિધાનસભા બેઠકો પર 55.80 ટકા મતદાન નોંધાયું…

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક...

દાહોદ જિલ્લામાં સરેરાશ મતદાન ઓછું થતા રાજકીય પક્ષો ચિંતામાં:છ વિધાનસભા બેઠકો પર 55.80 ટકા મતદાન નોંધાયું…

ગત વિધાનસભા કરતા થયેલ ઓછું મતદાન કોણુ ગણિત બગાડશે.? શરૂ થયેલો ચર્ચાનું દોર…

ઓછા મતદાન વચ્ચે તમામ રાજકીય પક્ષો દ્વારા જીતના દાવાઓ…

ગરબાડા તાલુકાના ભીલવામાં ઇવીએમ ખોટવાતા મતદાન ખોરવાયું :ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે EVM મશીન ખોટવાતા બબ્બે વખત મશીનો બદલાયા…

દાહોદ જિલ્લાની જુદી જુદી વિધાનસભા બેઠકો પર શરૂઆતી મતદાનમાં 12 વખત ઇવીએમ સહિતના મશીનો બગડ્યા…

દાહોદ તા.05

 

 

દાહોદ જિલ્લામાં સરેરાશ મતદાન ઓછું થતા રાજકીય પક્ષો ચિંતામાં:છ વિધાનસભા બેઠકો પર 55.80 ટકા મતદાન નોંધાયું...દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 6 વિધાનસભા બેઠક પર આજે વહેલી સવારે શરૂ થયેલું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું. ફતેપુરા તાલુકાના મારગાળા ગામે એક મારામારીના બનાવને બાદ કરતા અન્ય કોઈ જગ્યાએ અનિચ્છનીય બનાવ બનવા ન પામતા સો કોઈએ હાથકારો લીધો હતો.તો સાંજે 5:00 વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ બુથો ઉપર મતદાન કરવા

દાહોદ જિલ્લામાં સરેરાશ મતદાન ઓછું થતા રાજકીય પક્ષો ચિંતામાં:છ વિધાનસભા બેઠકો પર 55.80 ટકા મતદાન નોંધાયું...

દાહોદ જિલ્લામાં મુસ્લિમ મહિલા મતદાતાઓ પણ લોકશાહીના પર્વની હોશે હોશે ઉજવણી કરી 

માટે આવેલા મતદારો કતારોમાં ઊભા નજરે પડ્યા હતા. સાંજ સુધી કેટલાક બુથો પણ મતદાન ચાલુ હોવાનું જાણવા મળી રહી છે.એટલે ઓવરઓલ દાહોદ જિલ્લામાં ગત વર્ષ કરતા બે પાંચ ટકા ઓછું મતદાન થવાનું અણસાર લાગી રહ્યું છે.જોકે વહેલી સવારથી વહેલી સવારથી જ શરૂ થયેલા મતદાનમાં થોડી નીરસતા જણાઈ હતી. પરંતુ જેમ જેમ દિવસ ઉગતો ગયો તેમ તેમ મતદાન મથકો ઉપર મતદારોની કતારો જોવા મળી હતી.એકધારું ચાલતું મતદાન બપોરે થોડુંક ધીમું પડ્યું હતું.પરંતુ સાડા ત્રણ વાગ્યા પછી એટલે કે છેલ્લા દોઢ

દાહોદ જિલ્લામાં સરેરાશ મતદાન ઓછું થતા રાજકીય પક્ષો ચિંતામાં:છ વિધાનસભા બેઠકો પર 55.80 ટકા મતદાન નોંધાયું...

કલાકમાં શહેરી વિસ્તારના મતદારો પણ મતદાન મથકો સુધી મતદાન કરવા માટે પહોંચ્યા હતા.જોકે આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં પણ મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો.અનેક અટકળો વચ્ચે રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ કરી સામાન્ય ફરિયાદો કરી હતી.પરંતુ તેમાં કોઈ તથ્ય ન જણાતા દાહોદના ચૂંટણી પંચે હાશકારો લીધો હતો. તો ઉચવાણીયા તરફ મધ્યપ્રદેશના લોકો આવીને મતદાન કરી રહ્યા હોવાની પહેલી

દાહોદ જિલ્લામાં સરેરાશ મતદાન ઓછું થતા રાજકીય પક્ષો ચિંતામાં:છ વિધાનસભા બેઠકો પર 55.80 ટકા મતદાન નોંધાયું...

ફરિયાદમાં સ્થળ ચકાસણી કરતા આમ આદમી પાર્ટીના એક સમર્થક ને કોઈપણ પુરાવો ન લઈને જતા એટલે મતદાન માટેનું કોઈ પણ જરૂરી પુરાવો ન જણાતા તેણે રોકવામાં આવ્યું હતું.અને તેના કારણે આક્ષેપ કરાય હોવાનું ફલિત થયું છે.એકંદરે દાહોદમાં છ એ છ વિધાનસભા સીટ પર પૂર્વાનુંમાન મુજબ કોઈ લોહિયાળ જંગ ન ખેલાતા અને શાંતિપૂર્ણ રીતે મતદાન થતાં તમામ રાજકીય પક્ષોમાં એક પ્રકારની અસમંજસતાનો જન્મ થવા પામ્યો છે.જોકે તમામ રાજકીય પક્ષોએ જંગી બહુમતીથી વિજય થવાના વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં ચૂંટણી જંગ ચૂંટણી પરિણામ બાદ જ ખબર પડશે. હાલ દાહોદ જિલ્લાના 35 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં સીલ થયા છે.ત્યારે આઠમી તારીખે મત ગણતરી માટે ની તૈયારીઓમાં પણ રાષ્ટ્રીય પક્ષો લાગી ગયા છે.દાહોદ જિલ્લામાં 2017ની ચૂંટણીમાં લીમખેડા 70, બારીયા 72, દાહોદ 68, ઝાલોદ 64, ગરબાડા 59, તેમજ ફતેપુરામાં 64 ટકા મળી જિલ્લાનું કુલ 68.20 ટકા મતદાન નોંધાયું હતું. જયારે આ વખતે 2022 ની ચૂંટણીમાં ફતેપુરામાં 52.08, ટકા, ઝાલોદમાં 54.54, લીમખેડા 65.20, દાહોદ 56.45, ગરબાડા,48.10, દે. બારીયા 60.48 એટલે સરેરાશ 55.80 ટકા મતદાન થવા પામ્યું છે.છેલ્લી ગણતરી પ્રમાણે દાહોદ જિલ્લાનું મતદાન 58 થી 60 ટકા વચ્ચેનું રહેવાનો અંદાજો સેવાઈ રહ્યો છે તો આ વખતે 15 લાખથી વધુ મતદારો પૈકી 4,39,522 જેટલાં પુરુષ મતદારોએ જયારે 4,44,868 મહિલાઓએ પોતાનો મતાઅધિકારનો ઉપયોગ કરી કર્યો હતો.ગત વિધાનસભાની ચૂંટણી સાથે સરખાવીએ તો દાહોદમાં ગત ચૂંટણીની પેટર્ન પ્રમાણે ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં એજ પેટર્ન પ્રમાણે જે સીટ પર ઓછું મતદાન થયું હતું. ત્યાં ઓછું જ થવા પામ્યું હતું. અને જે સીટ પર વધુ મતદાન નોંધાયું હતું.ત્યાં આ વખતે વધુ મતદાન નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!