રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક
દાહોદમાં જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મત ગણતરી કેન્દ્ર અંગેની વ્યવસ્થા સંદર્ભે બેઠક યોજાઇ
દાહોદ, તા. ૨ :
દાહોદની સરકારી ઇજનેરી કોલેજ ખાતે મત ગણતરી કેન્દ્ર અંગેની વ્યવસ્થા સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં મતગણતરી કેન્દ્ર ખાતે સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ બાબતોની ઝીણવટભર્યું આયોજન કરાયું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ગોસાવીએ ઇવીએમ, સ્ટોન્ગ રૂમની સુરક્ષા વ્યવસ્થા સહિતની બાબતોનું ચુસ્ત પાલન, મતગણતરી હોલ તૈયાર કરવો, રાઉન્ડ ધ ક્લોક વીજળીની વ્યવસ્થા, સ્વચ્છતા તેમજ પાણી સહીતની વ્યવસ્થાઓ અંગે ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. મતગણતરી કેન્દ્ર ખાતે મોબાઇલ સહિતના સાધનોની પરવાનગી ન હોય તેની સઘન ચકાસણી કરવા અલાયદો સ્ટાફની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, એઅસપી શ્રી જગદીશ બાંગરવા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિ સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.