રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી સભામાં પ્રોટોકોલ મુજબ VVIP,VIP,સંગઠનના હોદ્દેદારો તેમજ પોલીસ કર્મચારીઓના ફરજીયાત RTPCR ટેસ્ટ કરાયા..
દાહોદ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાના આગલા દિવસે 427 જેટલાં RTPCR તેમજ 12 જેટલાં REPID ટેસ્ટ કરાયા..
દાહોદ તા.22
દાહોદ જિલ્લામાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાને સંબોધવા આવી રહ્યા છે ત્યારે પીએમ પ્રોટોકોલને ધ્યાને લઈ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ના ચૂંટણીલક્ષી કાર્યક્રમને અનુલક્ષીને 1600 થી વધારે પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ખડે પગે તેનાત રહેવાના છે ત્યારે પીએમ પ્રોટોકોલ મુજબ હાલમાં જ કોરોના વૈશ્વિક મહામારી ને ધ્યાનમાં લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં ભાગ લેનારા સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત હેલીપેડ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવાના ડેલિગેશનમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, વર્તમાન સાંસદ, પક્ષ તેમાં સંગઠનના હોદ્દેદારો તેમજ મોવડી મંડળના પદાધિકારીઓ તેમજ પ્રધાનમંત્રી ના સ્ટેજમાં ડાયાસ પર હાજર રહેનારા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ તેમજ સંગઠનના પદાધિકારીઓના પીએમ પ્રોટોકોલ ના ગાઈડલાઈન મુજબ ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા.