Sunday, 08/09/2024
Dark Mode

ચાલુ ટ્રેનમાં તસ્કરો બકરાના વેપારીને હલાલ કરી ગયા..પશ્ચિમ રેલવેના બોરીવલી અને દાહોદ વચ્ચે ટ્રેનમાંથી રાજસ્થાનના વેપારીની 10.84 લાખની બેગ ચોરાઈ…

November 20, 2022
        1949
ચાલુ ટ્રેનમાં તસ્કરો બકરાના વેપારીને હલાલ કરી ગયા..પશ્ચિમ રેલવેના બોરીવલી અને દાહોદ વચ્ચે ટ્રેનમાંથી રાજસ્થાનના વેપારીની 10.84 લાખની બેગ ચોરાઈ…

ચાલુ ટ્રેનમાં તસ્કરો બકરાના વેપારીને હલાલ કરી ગયા..

પશ્ચિમ રેલવેના બોરીવલી અને દાહોદ વચ્ચે ટ્રેનમાંથી રાજસ્થાનના વેપારીની 10.84 લાખની બેગ ચોરાઈ

દાહોદ તા.20

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના કરોલી જિલ્લાના રહેવાસી દીકરાર અહેમદ કુરેશી રાજસ્થાનમાં બકરા લે વેચનો ધંધો કરે છે. તેઓ ગત તારીખ 18.09.2022 રાજસ્થાનના કરોલી થી બકરાઓનું વેચાણ કરવા ભરેલી ગાડી લઈને રોડ માર્ગે મુંબઈ પહોંચ્યા હતા.જ્યાંથી તેઓ વકરાના 10 લાખ રૂપિયા બેગમાં ભરી મુંબઈથી પરત તારીખ 21-09-2022 ના રોજ બોરીવલીથી ટ્રેન નંબર 12903 ગોલ્ડન ટેમ્પલ મેલ એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર S/5 શીટ નંબર 9-10-12-13- અને 14 માં રિઝર્વેશન કરાવેલું હતું.ત્યારે ઈકરાર અહેમદ કુરેશી અને પોતાની સાથેના ચાર માણસો પણ સુઈ ગયા હતા.તેવા સમયે ઈકરાર કુરેશીના પોતાના માથાના નીચે રૂપીયા 10,84,341 ભરેલી બેગ મૂકી સુઈ ગયા હતા ત્યારે મહારાષ્ટ્ર બોરીવલી અને દાહોદ રેલ્વે સ્ટેશન વચ્ચેથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ 10,84,341 રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ એક મોબાઈલ જેની કિંમત રૂપિયા 5,000 આધારકાર્ડ ચાર્જર કપડા મળી કુલ 10,89,341 રૂપિયાના મુદ્દામાલની ઉઠાતરી કરી ફરાર થતા રાજસ્થાનના કરોલી ગામે રહેતા ઈકરાર અહેમદ કુરેશી એ દાહોદ રેલવે પોલીસ મથક ખાતે તારીખ 18 11 2022 ના રોજ બપોરના 1:00 વાગીને 30 મિનિટના સમયે ફરિયાદ નોંધાવતા રેલ્વે પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!